સુરેન્દ્રનગરમાં ફરી SMC ત્રાટકી, ઘરમાંથી 3.28 લાખનો દારૂ ઝડપાયો
SMC દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં ફરી પ્રોહીબિશનની રેઇડ કરી હતી. સુરેન્દ્રનગરની પંચાયતની સામેની શેરીમાં એઝાઝ હબીબભાઈ મોટવાણીના ઘરે દરોડો પાડી 1051 IMFLબોટલ કિંમત રૂૂ.3,28,573 ના મુદ્દામાલ કબ્જે કરી બે વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, SMC એ ફરી સૌરાષ્ટ્ર પંથકમાં પ્રોહીબિશનનો દરોડાનો પાડયો છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાયતની સામેની શેરીમાં એઝાઝ હાજીભાઈ મોટવાણીના મકાનમાં દરોડો પાડી IMFLબોટલ્સ 1051 કિંમત રૂૂ. 3,28,573/ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પ્રોહી એક્ટ: 65(A)(E),116(ઇ),81 અને BNS એક્ટ: 111(2)B હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. જ્યારે વોન્ટેડ આરોપી સલીમ સુલેમાનભાઈ મોવર (દારૂૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી) અને એઝાઝ હાજીભાઈ મોટવાણી (મકાન ભાડે રાખનાર) ની શોધખોળ હાથ ધરી છે. જે રેઇડ SMC PSI એલ. ડી. મેતા દ્વારા પાડવામાં આવી હતી.