ગોંડલ શાક માર્કેટ પાસે વરલી મટકાના જુગાર પર એસએમસીનો દરોડો
વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓ રૂા.1,10,480ના મુદ્દા માલ સાથે ઝડપાયા
ગોંડલ શાકમાર્કેટની પાછળ જન સેવા સુવિધા કેન્દ્રની નજીક આવેલ સૌચાલય પાસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય પોલીસ વિભાગના એસએમસી શાખા એ દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓને રોકડા રૂૂપિયા મોબાઇલ વાહન મળી કુલ રૂૂ 110480 ના મુદ્દા માલ સાથે જળવી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ એસએમસીના પીએસઆઇ કે એચ જનકાત સહિતના પોલીસ કર્મચારીઓએ શાક માર્કેટમાં દરોડો પાડી વરલીનો ધંધો ચલાવનાર જાકિર સાજીદ અબુભાઈ લખાણી રહે ભગવત પરા, હનીફ ઉર્ફે ભૂરો હુસેનભાઈ દલ રહે રઘુવીર સોસાયટી, રફીક ઉમરભાઈ સમા રહે ભગવત પરા, મહેબૂબ ઉર્ફ અહેમદ સલીમભાઈ કુરેશી રહે સિપાઈ જમાત ખાના, સલીમ મજીદભાઈ આમદાણી રહે જસદણ, મોહન હરિભાઈ ઠુંમર રહે રાજકોટ, દલ રમેશભાઈ ભીલ રહે અનિડા ભલોડી તેમજ સવો મુનસિંગ ભુરીયા રહે પાંચિયાવદર વાળા ને રોકડા રૂૂપિયા 35,480, છ નંગ મોબાઈલ કિંમત રૂૂપિયા 45,000, એક વાહન કિંમત રૂૂપિયા 30,000 મળી કુલ રૂૂપિયા 1,10, 480 ના મુદ્દા માલ સાથે ઝડપી એટલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.