ભેંસાણમાં દારૂના કટિંગ સમયે SMCની રેડ, 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત
અમરેલી અને જેતપુરના શખ્સે ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો, નવ શખ્સો સામે ફરિયાદ
ભેંસાણના રફાળીયા પાસેના વિસ્તારમાં મધરાતે દારુના કટિંગ સમયે જ સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે રેડ કરીને 68.64 લાખના વિદેશી દારૂૂ બિયરની કુલ 15593 બોટલ અને ક્ધટેનર સહીત છ વાહનો મળીને કુલ રૂૂ.1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને 9 શખ્સો સામે ગુનો નોધાવ્યો છે. આ દારૂૂનો જથ્થો અમરેલી અને જેતપુરના અમરનગરના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢના ભેંસાણ પંથકમાં દારૂૂનું મોટેપાયે કટિંગ થવાની સ્ટેટ મોનીટરીંગ સેલને હકીકત મળતા ગતરાતે એસએમસીના પી.આઈ. આર.કે. કરમટા અને પીએસઆઈ વી.એન.જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જેતપુર-વિસાવદર, બગસરા હાઇવે ઉપર ભેંસાણના રફાળીયા ગામથી મારૂૂતિધામ ગિરનાર આશ્રમ પાસે ડાબી તરફ જતા કાચા વાડીના રસ્તે અંદર અઢી કિલોમીટર ઝાડી-ઝાંખરા વાળા ખુલ્લા પટમાં પોલીસ પહોંચી તો, અહી પોલીસને જોઇને દારુનું કટિંગ કરી રહેલા ઈસમો નાસી ગયા હતા.
પોલીસને સ્થળ પરથી એક ક્ધટેનર, એક અશોક લેલન્ડ વાહન, એક મહિન્દ્રા એક્સયુવી, એક હુન્ડાઈ આઈ ટ્વેંટી, સ્વિફ્ટ કાર અને ક્રેટા કાર મળીને કુલ છ વાહનો મળી આવ્યા હતા. જયારે સ્થળ પરથી કુલ 68,64,900ની કીમતનો વિદેશી દારૂૂ-બિયરનો 15593 બોટલનો જથ્થો મળીને કુલ રૂૂ. 11635900નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી હતી. તપાસમાં આ દારુનો જથ્થો અમરેલીના રોકડીયાપરામાં રહેતો કુખ્યાત ધર્મેશ મનુ વાળા અને જેતપુરના અમરનગરનો જયેન્દ્ર જીલુ બસિયા નામના શખ્સોએ ભાગીદારીમાં મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરીને અમરેલી અને જેતપુરના અમરનગરના બને શખ્સો અને છ વાહનોના ડ્રાઈવર તેમજ દારુનો જથ્થો સપ્લાય કરનાર સહિતના નવ શખ્સો સામે ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને જોઇને મધરાતે અંધારામાં દારૂૂનું કટિંગ કરી રહેલા વાહનોના ડ્રાઈવરોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં અમુક ડ્રાઈવરો વાહનમાં ચાવી મુકીને તો અમુક ચાવી સાથે ભાગી ગયા હતા. ક્ધટેનરમાંથી પોલીસને 200 લિટરના કાળા કલરના ખાલી બેરલો મળી આવ્યા હતા, સ્થળ પરથી મળી આવેલા વાહનો અંગે તપાસ કરતા તેની આરસી બુક ઉપરથી ક્ધટેનર વલસાડનું, અન્ય ગાડીઓ માળીયાના જુથળ ગામની, મોડાસાની હોવાનું સામે આવ્યું છે, હાલ પોલીસે વાહનોના ડ્રાઈવરો સામે ગુનો દાખલ કર્યો છે, અને દારુ દમણથી આવ્યો હોવાનું અનુમાન છે.