સુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડ
સુરતમાં દારુ-ડ્રગ્સની રેવ પાર્ટી પર વિજિલન્સે દરોડા પાડયા હોવાની વાત સામે આવી છે, એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મમાં રેડ કરવામાં આવી છે જેમાં પોલીસને ડ્રગ્સ અને દારૂૂની બોટલો મળી આવી છે, ચાર મહિલાઓ સહિત સાતની પોલીસે ધરપકડ કરી, સમગ્ર ઘટનામાં યુવતીઓ સુરતની છે કે બહારની છે તે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.
સુરતમાં એક ફાર્મ હાઉસમાં દારૂૂ અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરાયું હતુ અને ભાવનગરના ચિરાગ માણીયાએ પાર્ટીનું આયોજન કરાયું હતુ પોલીસને આ બાબતે અગાઉથી બાતમી મળી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે આ મામલે રેડ કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે, ડ્રગ્સ અને દારૂૂ આપનાર બે આરોપીઓ ફરાર છે, સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, ફાર્મ હાઉસનો માલિક કોણ છે તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે.
આશીર્વાદ ફાર્મમાં પોલીસે દારૂૂ અને ડ્રગ્સના દરોડા પર રેડ કરી હતી અને આ રેડમાં ચાર મહિલાઓ સહિત 7 પુરુષો ઝડપાયા હતા, પોલીસને રેડ દરમિયાન 4 ગ્રામ 11 મિલિગ્રામ એમડી ડ્રગ્સ અને દારૂૂની ખાલી તથા ભરેલી 14 બોટલો મળી આવી છે, ભાવનગરના ચિરાગ માણીયાએ કર્યું હતું પાર્ટીનું આયોજન, તો ફાર્મ હાઉસ ભાડે આપવામાં આવ્યું છે કે કોઈનું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.સુરતમાં અવાર-નવાર દારૂૂ અને ડ્રગ્સની પાર્ટીઓ ઝડપાતી હોય છે, અગાઉ પણ સુરતમાં રેવ પાર્ટી ઝડપાઈ હતી જેમાં થાઈ ગર્લને બહારથી બોલાવવામાં આવી હતી અને દારૂૂ અને ડ્રગ્સ ઝડપાયું હતુ, તો આ ઝડપાયેલ પાર્ટીમાં પોલીસે તમામને મેડિકલ રીપોર્ટ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે.