રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો, રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓ ઝડપાયા

04:31 PM Mar 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રાજકોટ અને સુરેન્દ્રનગરના 9 જુગારીઓની ધરપકડ કરી રૂૂ.5.41 લાખની રોકડ સહીત 23 લાખનો મુદ્દમાલ કબજે કર્યા હતો.આ દરોડામાં જામગનર અને સુરેન્દ્રનગરના પાંચ શખ્સો ભાગી ગયા હતા.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા સ્થિતિ ખાડે ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર શહેર અને જીલ્લામાં ગેર પ્રવૃતિઓ વધી રહી છે. સુરેન્દ્રનગર સ્થાનિક પોલીસને ઉઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દારૂૂ અને જુગાર ઉપર દરોડા પાડી રહી છે. ત્યારે વધુ એક વખત સુરેન્દ્રનગરમાં રાજ રેસ્ટોરન્ટની પાછળ આંબેડકરનગરમાં ચાલતી ઘોડી પાસાની જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી સ્થાનિક પોલીસની ઉઘ ઉડાડી દીધી હતી. આ દરોડામાં ઘોડીપાસાની જુગાર ક્લબ ચલાવનાર આંબેડકરનગરમાં રહેતા મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમારના મકાનમાંથી જુગાર રમતા સુરેન્દ્રનગરના અમિત કાનજી રાઠોડ, રામા રાણા ગમારા, વિશાલ વિનોદ મઢવી તેમજ રાજકોટના આંબેડકરમાં રહેતા દિપકકુમાર ધનજી દાફડા, ચંદુ કરશન મહીડા, માધાપર ચોકડી પાસે રહેતા કુલદીપસિંહ રણજીતસિંહ રાઠોડ,ભગવતીપરામાં રહેતા ભુપત દેવાભાઈ બોરીચા અને સુરેન્દ્રનગરના ગાંધી હોસ્પિટલ પાછળ રહેતા રમેશભાઈ જસવંતભાઈ રાઠોડની ધરપકડ કરી હતી.જયારે આ દોરડામાં રાજુ ડાંગર, પ્રદીપ ઉર્ફે પાડો સોલંકી, કાના ખત્રી, તેજસિંહ ઉર્ફે ભૈયો અને રવિ નામના પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે રૂૂ. 5,41,320રોકડા તેમજ 7 વાહનો અને મોબાઈલ સહીત રૂૂ. 23,05,590નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.બી.ગરચર અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Tags :
crimegamblinggujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Advertisement