ગુજરાતમાં દારૂના 56 ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ ભુજનો બુટલેગરને ઝડપી લેતી SMC
ગુજરાતના વોન્ટેડ આરોપીઓને પકડવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને રાજય પોલીસ વડા દ્વારા સુચના આપવમાં આવી હોય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 56 થી દારૂૂના ગુન્હામાં છેલ્લા 9 માસથી વોન્ટેડ અને 4 ગુન્હામાં જેની સામે પાસાનો હુકમ કરવમાં આવ્યો હોય તે બુટલેગરને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કચ્છના મુન્દ્રાની એક હોસ્પિટલ પાસેથી ઝડપી લીધો હતો.
રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગુજરાત રાજ્યના વોન્ટેડ બુટલેગરો જેઓ ગુનાઓ આચરી નાસતા-ફરતા હોવા છતાં, તેઓની દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખતાં હોય તેમની ધરપકડ કરવા સુચના આપવામાં આવેલ જે અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના સુપરવિઝન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયા અને તેમની ટીમે બાતમીના આધારે ગુજરાતમાં દારૂૂની હેરાફેરીના 56 થી વધુ ગુન્હામાં છેલ્લા 9 મહિનાથી વોન્ટેડ અને જેની સામે કચ્છ-ગાંધીધામ, જામનગર તથા પંચમહાલ જિલ્લાના પાસાના 4 હુકમો થયા હોય તે ભુજનો બુટલેગર પુનાભાઈ ભાણાભાઈ ભરવાડ ઉર્ફે પુના ભરવાડ ઉર્ફે પુના ઝાંપડા ભુજ-મુન્દ્રા રોડ ઉપર આવેલ મેડી સ્ટાર હોસ્પીટલ ખાતે આવવાનો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી મોબાઈલ,ડોંગલ તેમજ ફોરવ્હિલ સહીત રૂૂ.10.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરુ કરી છે.