થાનના નવાગામમાં છ વર્ષના માસુમને બાળ મિત્રોએ ગુદાના ભાગે હવા ભરી દીધી
થાનનાં નવાગામમા આવેલા કારખાનામા કામ કરતા પરીવારનાં 6 વર્ષનાં માસુમ બાળક સાથે બાળ મિત્રોએ રમતા રમતા ગુદાનાં ભાગે હવા ભરી દીધી હતી . બાળકની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ થાનનાં નવાગામમા આવેલી કંપનીમા કામ કરતા પરીવારનો છ વર્ષનો માસુમ બાળક બપોરનાં બારેક વાગ્યાનાં અરસામા કંપનીમા કામ કરતા અન્ય શ્રમીકોનાં બાળકો સાથે રમતો હતો . ત્યારે બાળ મીત્રોએ રમતા રમતા છ વર્ષનાં માસુમને ગુદાનાં ભાગે હવા ભરી દીધી હતી. માસુમ બાળકની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે થાન બાદ મોરબી હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. જયા તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક તપાસમા હોસ્પીટલનાં બીછાને સારવાર લઇ રહેલો છ વર્ષનો માસુમનો પરીવાર મુળ ચોટીલાનો વતની છે. અને બાળક તેનાં માતા - પિતાને આધારસ્થંભ એકનો એક પુત્ર છે.
માસુમ બાળક કંપનીમા કામ કરતા શ્રમીકનાં બાળકો સાથે રમતો હતો ત્યારે બાળ મીત્રોએ રમતા રમતા ગુદાનાં ભાગે હવા ભરી દેતા તબીયત લથડી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.