મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી હત્યા-દુષ્કર્મના છ કિશોરો ભાગી ગયા
સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી ફરાર, 60 બાળ આરોપીઓ સામે માત્ર બે જ ગાર્ડ તે પણ ખાનગી
મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી છ કિશોર ભાગી છૂટ્યા હોવાની માહિતી સામે આવી છે, કાયદાના સંઘર્ષમાં આવેલા 6 કિશોર ભાગી છૂટ્યા છે, સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારી 6 કિશોર ભાગી છૂટ્યા હોવાની વાત સામે આવી છે, દોઢ વર્ષમાં ઓબ્ઝર્વેશન હોમમાં આવો ત્રીજો બનાવ બન્યો હોવાની વાત છે.
મહત્વની વાત તો એ છે કે, એક બે સિક્યુરિટીના વિશ્વાસે 60 જેટલા કિશોરને રખાયા છે, સિક્યુરિટી વધારવા સૂચના આપવામાં આવી છે, છતાં કોઈ અમલ નહીં થતો હોવાની વાત છે, બાળ ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક પાસેથી રિપોર્ટ માંગ્યો છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને તંત્ર દોડતું થયું છે અને પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે, હત્યાના 5 અને દુષ્કર્મના ગુનાના કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ભાગી ગયા છે. આ બાળ ઓબ્ઝર્વેશનમાં ખાનગી સિકયુરિટીને જવાબદારી સોંપવામાં આવી છે.
હત્યાના અને દુષ્કર્મના ગુનાના કિશોરને અહી રાખવામાં આવ્યા હતા, ગેટ આગળ આવ્યા અને સિકયુરિટીને ધક્કો મારીને ફરાર થયા હોવાની વાત છે, પોલીસે એસટી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં તપાસ હાથઘરી છે. હજી સુધી કોઈ કિશોરને ઝડપી પાડવામાં આવ્યા નથી, તો આવી રીતે ભાગી જવું એ કોઈ સહેલી વાત નથી, પહેલા કિશોરે પ્લાનિંગ કર્યુ હશે અને આવી રીતે ભાગી ગયા હશે.