‘તે મારી બહેનના ફોટા કેમ મોબાઇલમાં રાખ્યા છે’ કહેતા યુવાન ઉપર મિત્ર સહિત 6 શખ્સોનો હુમલો
નવા રીંગરોડ પર વડાળી-લાપાસરી ચોકડી પાસેનો બનાવ: છરી-પાઇપ વડે તૂટી પડતા ઇજાગ્રસ્ત સારવારમાં
શહેરના કોઠારીયા રોડ પર સીતરામ સોસાયટીમા રહેતા યુવાને તેના મિત્રને ‘તે મારી બહેનના ફોટા કેમ મોબાઇલમાં રાખ્યા છે’ તેમ કહેતા મિત્ર સહિત છ શખ્સોએ ધોકા છરી વડે હુમલો કરી જાનથી મારી નાખ્વાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સીતારામ સોસાયટી શેરી નં.1માં રહેતા હાર્દિક હિતેષભાઇ ખાટરીયા (ઉ.વ.22)નામના યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અતુલા કાનાભાઇ ચાવડા, હાર્દિક ગોસ્વામી, પરેશ ડવ, સતિષ આહિર, જયદિપ ઉર્ફે જેડી ગોસ્વામી અને જય ગોસ્વામીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાતે ફરિયાદી તેના કાકા ઉદયભાઇ, કુલદિપભાઇ અને મિત્ર યશરાજસિંહ ગોહિલ, હાર્દિક ગોસ્વામી, હાર્દિકનો મિત્ર અતુલ ચાવડા એમ બધા 150 ફૂટ રીંગરોડ બે ઉપર વડાળી-લાપાસરી ચોકડી પાસે કુષ્ણજીત હોટલના ગાઉન્ડમાં હતા ત્યારે મિત્ર હાર્દિક તેના મોબાઇલમાં ફરિયાદીની બહેનના ફોટા રાખ્યા હોય જેથી ફરિયાદીએ કહેલુ કે ‘તે મારી બહેનના ફોટા કેમ મોબાઇલમાં રાખ્યા છે’ આ ફોટા ડીલીટ કરી નાખ તેમ કહેતા હાદિર્કની સાથે રહેલા તેના મિત્ર અતુલ ચાવડાએ ઉશ્કેરાય જઇ ફરિયાદીના કાકાને મારમારવા લાગતા ફરિયાદી વચ્ચે પડતા તમામ આરોપીઓએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.
બાદમાં લોકો એકઠા થઇ જતા આરોપીઓ ‘ આજે તો તમે બચી ગયા છો બીજી વાર તમને જીવતા નહીં છોડ્યે ’ તેવી ધમકી આપી નાશી છૂટયા હતા આ હુમલામાં ફરિયાદી હાર્દિક ખાટરીયાને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.