કલ્યાણપુરના નંદાણા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
રોકડ સહિત રૂા. 50,000નો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાતા જુગાર પર એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ રવિવારે રાત્રે એલસીબીની ટીમ દ્વારા કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી તીનપતિ નામનો જુગાર રમી રહેલા ધરણાંત રાણા આંબલીયા, દેવશી વાઘા ચાવડા, લખમણ કચરા આંબલિયા, રાજશી રામભાઈ ચાવડા, ભાવેશ નારણ ચાવડા અને રાજેશ રમેશ કારીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, રોકડ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 50,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડાની આ કાર્યવાહી એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા અને પ્રવીણભાઈ માડમની બાતમીના આધારે કરવામાં આવી હતી.
અન્ય એક કાર્યવાહીમા રવિવારે કલ્યાણપુર પોલીસે ભાટિયા ગામેથી ભરત રમેશ ગોદડીયા અને કાંતિ શાંતિભાઈ પરમારને રોન પોલીસ નામના જુગાર રમતા 11,040 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.