જામનગર ટ્રક લોન કૌભાંડમાં રજાક સોપારી ગેંગના વધુ છ ઝડપાયા
ચાર ટ્રક અને ચાર કાર સહિત રૂપિયા 1.13 કરોડનો મુદ્દામાલ કબજે
જામનગર મા ખાનગી ફાયનાન્સ કંપની માંથી લોન મેળવી ટ્રક ખરીદ કરી તેના હપ્તા નહી ભરી ને રૂૂ. 6 કરોડ 83 લાખની છેતરપીંડી આચરવાનાં ગુના માં વધુ બે ફરીયાદ નોંધવામા આવી છે. અને છ આરોપીઓને ઝડપી લેવાયા છે. ટ્રકનાં હપ્તાની રકમની ઉઘરાણી માટે આવનાર ને ધમકી આપી ભગાડી મૂકવામાં આવતા હતા. આ ગુનામા અન્ય આરોપીઓ અંગે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગર પોલીસમાં ખાનગી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ફરીયાદ કરેલ કે અલગ અલગ 20 આરોપીઓએ પોતાના નામે ટ્રક તેમજ કારની મળી કુલ 27 લોન લઈ જેની વ્યાજ સહીતની કિ.રૂૂ. 6,83,16,695/- થાય તે ફરીયાદીની કંપનીમાં લીધેલ લોન ના હપ્તા ઇરાદાપુર્વક નહી ભરી કંપની સાથે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી બાદમાં આ ટ્રકો, તથા કાર કાવતરાના ભાગરૂૂપે આરોપી આમીન નોતીયાર ને આપતા તેણે આરોપી રઝાક ઉર્ફે સોપારી ચાવડા તથા રામભાઈ આહીર તેમજ તેના સાગરિતો સાથે મળી આ વાહનો પોતાના કબ્જામાં છુપાવી રાખી લોનના હપ્તા ભરપાઇ ન થવા દઇ પોતાના કબ્જામા લઈ ચલાવતા હોય અને કંપનીના સીઝર કે રીકવરી સ્ટાફના લોકો ઉઘરાણી એ જાય ત્યારે આરોપી આમીન નોતીયાર કંપની ના કર્મચારીને ડરાવી, ધમકાવી ભગાડી મુકતો હોય અને ટ્રક સીઝ કરવા રોકે ત્યારે કંપની ના ઉપરી અધીકારીઓ ને ટ્રક જવા દેવા કહી અને ટ્રક નહી જવા દે તો તેને અથવા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપનારના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ એ તુરતજ કાર્યવાહી કરવા પોલીસ ઈન્સ. પી.પી.ઝા ને સુચના આપી હતી.
જેમાં આ ગુનાની તપાસ દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી રઝાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા (રહે. જામનગર , રામભાઇ ભીમશીભાઇ નંદાણીયા (રહે.જામનગર) તથા અન્ય ચાર ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં લોન લઈ બળજબરીથી પોતાના કબ્જામાં રાખેલ કુલ ચાર ટ્રક તથા ચાર કાર તમામ ની કુલ કી. રુ. 1,13,00,000 નો મુદામાલ કબ્જે કરેલ છે. અને આ ગુનામાં સંડોવાયેલ બીજા આરોપીઓને પકડવાની તેમજ બીજી ટ્રકો, કાર કબ્જે કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.