જેતપુરમાં દારૂની મહેફીલનો વિડીયો વાયરલ કરનાર છ શખસોની ધરપકડ
જેતપુરમાં દારૂૂની મહેફીલ માણતા છ શખ્સોનો વીડીયો રીલ્સ સ્વરૂૂપે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેકનીકલ સોર્સથી તપાસ કરી છ શખ્સોની ધરપડક કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ ઇન્સ્ટાગ્રામ ઉપર જેતપુર પોલીસને પડકાર ફેંકતા યુવાનોના હેડીંગ હેઠળ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં છ શખ્સો દારૂૂની મહેફીલ માણતા હોય તેવો વીડીયો વાયરલ થયેલ હોઇ જે વીડીયો આધારે તમામનો ઓળખ મેળવવા અને કાર્યવાહી કરવા રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક હિંમકર સિંહ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂૂપે જીલ્લા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશીયલ મીડીયાનું મોનીટરીંગ કરી.
સોશીયલ મીડીયા પર અસામાજીક તેમજ ગેર કાયદેશરની પ્રવૃતી સાથેના ફોટો/વિડીયો અપલોડ કરનાર ઈસમો વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે ટેકનીકલ સોર્સથી તપાસ કરી નવાગઢ, પટેલ ચૌક, જેતપુરના હાર્દીકભાઇ ઉર્ફે ભોલુ સીદ્રરાજભાઇ મેર, જાગૃતીપરા, નવાગઢના સુનીલભાઇ દિપકભાઈ ગોહેલ, નવાગઢ, મામાદેવના મંદીર પાસે રહેતા પુનીતભાઈ રમેશભાઈ જમોડ, નવાગઢ, મામાદેવના મંદીર પાસે, જેતપુર રહેતા રાહુલભાઇ રમેશભાઇ જમોડ, જાગૃતીપરા, શેરી નં..5માં રહેતા જેતપુર ધર્મેશભાઇ કેશુભાઇ સોનરાત, અને નવાગઢ, મામાદેવના મંદીર પાસે રહેતા વિજયભાઇ હરેશભાઈ જાદવની ધરપડક કરી હતી.
જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડો. એમ એમ ઠાકોર સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એલડી. મેતા તથા એ.એસ.આઇ, સંજયભાઈ પરમાર તથા પો.હેડ કોન્સ. રીઝવાનભાઈ સિંજાત તથા વાસુદેવસિંહ જાડેજા તથા હિતેષભાઇ વરૂૂ તથા પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોરે કામગીરી કરી હતી .