રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માળિયાનાં ચીખલી ગામે 13 ગાયો કતલ માટે અન્ય ઇસમોને વેચી નાખનાર છ ઝડપાયા

11:52 AM Jan 09, 2025 IST | Bhumika
Advertisement

પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી

Advertisement

માળીયા મીંયાણા તાલુકાના ચિખલી ગામે રૂૂપિયા આપી રખેવાળને ગાયોની રખેવાળી કરવા સોંપેલ હોય જે ગાયોની કતલ કરનાર છ ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા મીંયાણા તાલુકાના ચીખલી ગામેથી ફરીયાદીની તથા સાહેદોની માલીકીની મળી કૂલ ગાય (જીવ) નંગ-50 આરોપી મુસ્તાક આમીનભાઇ લધાણી તથા આમીનભાઇ કરીમભાઇ લધાણી રહે. બંને ચીખલી, તા.માળીયા (મીં) વાળાને પૈસા આપી રખેવાળી કરવા સોંપેલ હોય જે પૈકી ગાય (જીવ) નંગ-14 પરત નહી કરતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓને અટક કરવામાં આવેલ તેમજ આરોપીઓની સઘન પુછપરછ કરતા ગાય નંગ-13 આરોપીઓને કતલ કરવા સારૂૂ વેંચાણથી આપેલ હોવાની હકીકત મળતા કૂલ-06 આરોપીઓ મુસ્તાક આમીનભાઇ લધાણી ઉ.વ.19, રહે. ચીખલી, તા.માળીયા (મી), આમીનભાઇ કરીમભાઈ લધાણી ઉ.વ.45, રહે. ચીખલી, તા.માળીયા (મી), રમજાન હારૂૂનભાઈ જામ ઉ.વ.35, રહે. જુના અંજીયાસર, તા.માળીયા (મીં), અલાઉદ્દીનભાઇ મુસાભાઈ જામ ઉ.વ.20, રહે. કાજરડા, તા.માળીયા (મીં), અબ્બાસભાઇ મુસાભાઈ મોવર ઉ.વ.33, રહે. કાજરડા, તા.માળીયા (મીં), સાઉદ્દીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા ઉ.વ.36, રહે. કાજરડા, તા.માળીયા (મીં)વાળાની અટક કરવામાં આવેલ છે. તેમજ આ કામેના ગુન્હામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર ઇ/ચા. ચલાવી રહેલ છે.

Tags :
Chikhli villagecrimegujaratgujarat newsmaliya
Advertisement
Next Article
Advertisement