4 લાખની ઉઘરાણીમાં પોલીસનો સ્વાંગ રચી બૂટલેગરનું અપહરણ કરનાર છ ઝડપાયા
રાજકોટથી બૂટલેગરને હરિયાણા ઉઠાવી જવાનો પ્લાન હતો
બૂટલેગરના મિત્રએ જ લોકેશન આપ્યા અપહરણનું કાવતરું રચ્યું, ક્રાઈમ બ્રાંચ અને થરાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન
શહેરના ભાવનગર રોડ ઉપરથી શનિવારે રાત્રે મિત્રો સાથે બેઠેલા બુટલેગરનું દારૂૂની 4 લાખની ઉઘરાણીમાં સ્કોર્પિયોમાં આવેલા છ શખ્સો પોલીસનો સ્વાંગ રચી અપહરણ કરી લઇ ગયા હતા. આ મામલે અપહ્યતની પત્નીએ પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ અપહ્યત યુવાનને મુક્ત કરાવવા કામે લાગી હતી. અપહરણ અંગે રાજ્યભરમાં પોલીસને નાકાબંધીની સુચના આપતા બનાસકાંઠાની થરાદ પોલીસે છ અપહરણકરોને ઝડપી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ અપહરણકારોની પાછળ હોય યુવાન અને અપહરણકારોએ રાજકોટ લાવવામાં આવ્યા હતા.
મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર આરએમસી પરિશ્રમ યોજનાના ક્વાર્ટરમાં રહેતો સુરેશ રમેશભાઈ મકવાણા (ઉ.વ.27) મિત્રના લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે પોણા બારેક વાગ્યા આસપાસ તે મિત્રો સાથે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ નજીક સેટેલાઈટ બસ સ્ટેન્ડ પાસે બેઠો હતો ત્યારે કાળા કલરની હરિયાણા પાસિંગની સ્કોર્પિયોમાં ધસી આવેલા છ આરોપીઓ તેને ઉપાડી ગયા હતાં.
આ મામલે સુરેશની માતા લીલાબેને (ઉ.વ.45) થોરાળા પોલીસ મથકે જઈ અપહરણની નોંધાવી હતી. અપહરણકારોની સ્કોર્પિયોને થરાદ પોલીસે ઝડપી લઇ સુરેશને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. આરોપીઓમાં હરિયાણાના સોનીપત જિલ્લાના નિરજ રાજેન્દ્રસિંહ જાટ, રાહુલ સુભાષભાઈ જાટ, હરિયાણાના જિંદ જિલ્લાના નિરજ વજ્રરસિંહ જાટ, રાજસ્થાનના બ્યાવર જિલ્લાના ગુલશનસિંગ રાજુસિંગપવાર રાવત, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના મહીપાલ ઉદેસિંહ રાજપૂત અને રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાહુલસિંહ રમેશસિંહ રાજપૂતનો સમાવેશ સમાવેશ થાય છે.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયાએ જયારે અપહરણકારોને સુરેશના ફોન ઉપર તેણે મુક્ત કરવાની વાત કરતા એક શખસે પોતે પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી આરોપીઓ અપહૃત સુરેશને હરિયાણા લઈ જઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. દારૂૂની 4 લાખની ઉઘરાણી માં સુરેશનું અપહરણ કર્યું જેમાં સુરેશના એક મિત્રએ જ સુરેશનું આરોપીઓને લોકેશન આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયાની સુચનાથી પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા સાથે ટીમના દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, જયદેવસિંહ પરમાર, અમીતભાઇ અગ્રાવત, મયુરભાઇ મિયાત્રા, સંજયભાઇ રૂૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, જયરાજભાઇ કોટીલા, રામશીભાઇ કળોતરાએ કામગીરી કરી હતી.