ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરકંડા ધાર વિસ્તારમાં યુવાનની હત્યા પ્રકરણમાં છ આરોપીઓ જેલ હવાલે

12:03 PM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો, અને વાળ ના પ્રસંગમાં જમવા જવા જેવી સામાન્ય બાબતમાં ત્રણ રબારી ભાઈઓ ઉપર છ પાડોશી શખ્સોએ ધોકા લાકડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં એક ભાઈનું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યા માં પલટાયો હતો. જે હત્યા પ્રકરણમાં પકડાયેલા તમામ છ આરોપીઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે.

જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં રહેતા રબારી પરિવારના ત્રણ ભાઈઓ અરજણભાઈ સુધાભાઈ હુણ રબારી (ઉંમર વર્ષ 30), ઉપરાંત તેના નાના ભાઈ મુન્નાભાઈ હુણ (22 વર્ષ) અને મોટાભાઈ દેવરાજભાઈ હુણ કે જે ત્રણેય ભાઈઓ પર હોળી ની મોડી રાત્રેતિક્ષણ હથિયારો વડે હુમલો કરી એક ભાઈની હત્યા નિપજાવાઈ હતી.

જે બનાવમાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતકના ઘર પાસેજ રહેતા મુકેશભાઈ ભુરાભાઈ હુણ ઉપરાંત દેવાભાઈ ભુરાભાઈ, ભરત ભુરાભાઈ, ભુરાભાઈ લખમણભાઇ તેમજ વેજાભાઈ કાનાભાઈ અને દેવરાજભાઈ નાથાભાઈ હુંણ વગેરે ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

જે તમામ આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલા તમામ હથિયારો કબજે કરી લેવામાં આવ્યા હતા જ્યારે તેઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે તમામ આરોપીઓને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement