કાલાવડના આણંદપરમાં નણંદને શોધવા ગયેલી ભાભી ઉપર હુમલો
12:26 PM May 28, 2025 IST
|
Bhumika
Advertisement
કાલાવડનાં નીકાવા ગામે રહેતી પરીણીતા આણંદપર ગામની રામજી મંદિરનાં પુજારીનો ડ્રાઇવર નણંદને ભગાડી જતા તેની શોધખોળ માટે ગઇ હતી ત્યારે અજાણ્યા શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો હુમલામા ઘવાયેલી પરીણીતાને સારવાર માટે રાજકોટ ખસેડાય હતી. કાલાવડ તાલુકાનાં નીકાવા ગામે રહેતી કંચનબેન કિશોરભાઇ સોલંકી (ઉ.વ. 4પ) બપોરનાં અરસામા કાલાવડનાં આણંદપર ગામે હતી ત્યારે અજાણ્યા શખસોએ હોકી વડે માર માર્યો હતો.
Advertisement
પરીણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. પ્રાથમીક પુછપરછમા આણંદપર ગામનાં રામજી મંદિરનાં પુજારીનો ડ્રાઇવર કંચનબેન સોલંકીની નણંદને ભગાડી ગયો હતો. જેથી કંચનબેન નણંદની શોધખોળ માટે આણંદપર ગામે ગઇ હતી ત્યારે હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
Next Article
Advertisement