જેતપુરમાં વેપારીના મકાનમાંથી ભાભી અને તેના પ્રેમીએ સોનાનો હાર ચોર્યો’તો
પોતાનો સોનાનો હાર ફાયનાન્સમાં મૂકી પ્રથમ પ્રેમીના નામે લોન લીધી, હપ્તા ન ભરતા હાર છોડાવવા બીજા પ્રેમી સાથે મળી ચોરીને અંજામ આપ્યો
જેતપુરના ટાકુડીપરા, શેરી નં. 08 માં રહેતા વેપારી દિપકભાઈ પરષોતમભાઈ ગોહિલે બે દિવસ પહેલા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમના રહેણાંક મકાનમાંથી નીચેના રૂૂમનું તાળું ખોલી તેજુરીમાં રાખેલ રોકડ રૂૂપીયા પંદર હજાર તેમજસોનાના ઘરેણા મળી કુલ મુદ્દામાલ રૂૂપિયા1, 48,700 ની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતાં.જેથી પોલીસ સ્ટાફ દવારા સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરી હતી.
પરંતુ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારની હિલચાલ જોવા ન મલતા જાણભેદુ હોવાની શક્યતા લાગતા આખરે પોલીસે ફરિયાદીના ભાભી નયનાબેન કિરીટભાઈ ગોહેલ (રહે.શેરી નંબર 8, ટાકુડી પરા)ની પૂછપરછ કરતા ગુનો કબૂલી લીધો હતો.આ સાથે ચોરીમાં સાથ આપનાર પ્રેમી સાગર રમેશભાઈ સોંદરવા (રહે. સારણના પુલ પાસે)ની પણ પોલીસે ધરપકડ કરીને સોની વેપારી પાસેથી 17 ગ્રામજનો સોનાનો ઢાળીયો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી નયનાબેને કબુલ્યું કે, પોતાનો સોનાનો હાર તેના પ્રેમી સંદીપના નામથી અગાઉ કણકીયા પ્લોટમાં આવેલા મુથુટ ફાઈનાન્સની ઓફિસમાં ગોલ્ડ લોન કરાવી હતી.જે બાદ ગોલ્ડ લોનના હપ્તા સંદીપ ભરતો ન હોય અને નયનાબેનને પોતાનો સોનાનો હાર છોડાવવો હોય, જેથી તેના બીજા પ્રેમી સાગરના નામથી ગોલ્ડલોન ટ્રાન્સફર કરાવી હતી.પરંતુ સાગરની પાસે પણ ગોલ્ડ લોન ભરવા માટે રૂૂપિયા ન હોય જેથી ચોરી કરી હતી.બાદમાં ચોરી કરેલા સોનાના ઘરેણા એમજી રોડ પર આવેલ રાધે ગોલ્ડ નામની પેઢી પર વેચાણ કરી રોકડ રૂૂપિયામાંથી સોનાનો હાર મુથૂટ ફાઈનાન્સ ઓફિસમાંથી છોડાવેલો હતો. જેથી પોલીસે રાધે ગોલ્ડ નામની સોનીની દુકાનમાંથી 17 ગ્રમનો ઢાળીયો મુદ્દામાલ રિકવર કરી,ભાભી અને તેના પ્રેમીને રિમાન્ડ રિપોર્ટ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.જો કે, પોલીસે સોની વેપારી પર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરતા ચકચાર જાગી છે.