શ્રાવણીયો જુગાર જામ્યો : પેડક રોડ, રૈયા રોડ અને ટીટોડિયા કવાર્ટરમાં દરોડા, 9 મહિલા સહિત 19 ઝડપાયા
શહેરના પેડક રોડ પર ગુલાબવાડીમાં રૈયા રોડ પર અંબીકા પાર્ક સોસાયટી, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટનાં અને મુંજકા ગામે આવેલા ટીટોડીયા કવાર્ટરનાં સ્થાનિક પોલીસે જુગારના દરોડા પાડી 9 મહિલા સહિત 19 જુગારીઓને ઝડપી લઈ 90 હજારની રોકડ જપ્ત કરી હતી.
વધુ વિગતો મુજબ, પેડક રોડ પર મહાનગરપાલિકાના સ્વિમીંગ પુલ પાસે આવેલી ગુલાબવાડી શેરી નં.2માં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસ મથકમાં એએસઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા હરેશ મુળદાસ મેશવાણીયા, જમીન-મકાનના ધંધાર્થી ગણેશ તળશીભાઈ સોજીત્રા, વેપારી હરેશભાઈ ભગવાનજીભાઈ કમાણી, હરેશભાઈ ડાયાભાઈ સિંઘળ, જયેશ સામજીભાઈ મુંગરા, પંકજ સુરેશભાઈ અજાણી, મહેશ બચુભાઈ સંખાવારા અને મોન્ટુ કાળુભાઈ મારીયાને પકડી લઈ તેઓની પાસેથી 51,750ની રોકડ જપ્ત કરી હતી.
જ્યારે બીજા દરોડામાં અંબીકા પાર્ક સોસાયટી ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ બ્લોક નં.ઈ-5માં રહેતાં પારૂલબેન મધુસુદનભાઈ શાહના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના રવિભાઈ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા પારૂલબેન શાહ, નિરૂપમાબેન લલિતભાઈ મહેતા, દેવીબેન પ્રદીપ દળીયા, આશાબેન મયુરભાઈ સંઘવી, પ્રદીપ પ્રાણલાલ દળીયા, લલિત અમૃતલાલ મહેતાને પકડી તેઓ પાસેથી 8,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ જગમાલભાઈ ખટાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રજનીબા ભૂપેન્દ્રસિંહ ઝાલા, દક્ષાબેન હિતેશભાઈ દઢાણીયા, ગીતાબેન નરેન્દ્રભાઈ બાવાજી, રંજનબેન દિનેશભાઈ ચાવડા, હિનાબેન બાલમુકુંદભાઈ રામાવત અને નિખીલભાઈ બૈજુભાઈ ગોંડલીયાને પકડી 30,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.