જામનગરમાં જી.જી.હોસ્પિટલ સામેથી દુકાનદારોનો માલસામાન જપ્ત
જામનગરની જી.જી.હોસ્પિટલ સામેના દુકાનદારો દ્વારા જાહેર રોડ ઉપર કરવામાં આવેલા દબાણોને આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દૂર ખસેડવામાં આવ્યા હતાં, અને અમુક માલસામાન પણ જપ્તીમાં લીધો હતો.
જામનગરની જી.જી. હોસ્પિટલ સામેના વિસ્તારમાં આવેલ અમુક નાસ્તા અને ચા-પાણીના દુકાનદારો દ્વારા રેંકડી, ટેબલો, કાઉન્ટરો, તપેલા વિગેરે જાહેર રોડ ઉપર રાખવામાં આવ્યા હતાં. આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા અહિં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને અનેક ટેબલ, કાઉન્ટરો, રેંકડી જાહેર રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોવાનું નજરે ચઢતા તે તમામ માલસામાન કબજે લેવાયો હતો. તેમજ કેટલોક માલસામાન દૂર ખસેડી લેવા સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી સમયે થોડીવાર માટે નાસભાગ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલ માર્ગે જાહેર રોડ ઉપરના દબાણના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી છે. પરિણામે સમયાંતરે અહિં એસ્ટેટ શાખા દ્વારા દબાણ હાટાવ ઝુંબેશ હાથ ધરવામાં છે.