For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચાર

11:45 AM Sep 23, 2025 IST | Bhumika
જામનગરના હાપા જીઆઇડીસીમાં શખ્સ દ્વારા ગાય સાથે અધમ કૃત્ય કરતા ચકચાર

ગૌરક્ષકોની ટીમ દ્વારા નરામધ શખ્સને પકડી લઇ પોલીસને સુપ્રત કરી દેતા ગુનો નોંધી અટકાયત કરાઇ

Advertisement

જામનગર નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એક શખ્સ દ્વારા ગૌમાતા સાથે અઘટિત કૃત્ય કરીને વિકૃત આનંદ મેળવતો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવતાં હાહાકાર મચી ગયો છે. અને ગૌ પ્રેમીઓ દ્વારા આરોપી સામે ફિટકારની લાગણી વરસી રહી છે. એક જાગૃત પટાવાળા મહિલાએ તેનો વિડીયો બનાવી લઈ ગૌરક્ષકો ને જાણ કરતાં ગૌરક્ષકોની ટીમે સ્થળ પર આવી જઈ, નરાધમ શખ્સને પકડીને પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં સુપ્રત કર્યો હતો, જેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતો ચેતન ગોકુલભાઈ રાણેવાડીયા નામનો ચાલીસ વર્ષનો શખ્સ કે જે ગઈકાલે બપોરના સમયે હાપા જી.આઈ.ડી.સી. રંગમતી આવાસ વિસ્તારના પાછળના ખુલ્લા મેદાનમાં એક ગાય માતા સાથે અઘટિત કૃત્ય કરી રહ્યો હોવાનું અને વિકૃત આનંદ મેળવતો હોવાનું ધ્યાનમાં આવ્યું તું.

Advertisement

તે જ વિસ્તારમાં રહેતા અને સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરતા હર્ષાબેન સુધીરભાઈ ગોહિલ નું તેના પર ધ્યાન પડતાં તેઓએ તુરત જ પુરાવાના ભાગરૂૂપે આ ઘટનાનો પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, ત્યારબાદ તૂરત જ કેટલાક ગૌરક્ષકો ને જાણ કરી દેતાં ગૌરક્ષોની ટુકડી બનાવના સ્થળે દોડી આવી હતી, આરોપી ચેતન રાણેવાડિયા ને પકડી લીધો હતો, અને પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપર્ક કર્યો હતો.

જ્યાં પી. આઇ. એન. એમ. શેખ અને તેઓની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરી લઈ સમગ્ર બનાવમાં હર્ષાબેન ગોહિલ ની ફરિયાદ ના આધારે આરોપી સામે બીએનએસ કલમ 299, તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1) એ મુજબ ગુનો નોંધ્યો છે, જ્યારે મહિલા દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ક્લિપ બનાવી હતી, જે પુરાવાના ભાગરૂૂપે કબજે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નવરાત્રી અને ભાદરવી અમાસ જેવા સપરમાં તહેવારોના દિવસમાં ગૌમાતા પ્રત્યેની આવી હરકતનો અપરાધ સામે આવતાં ગૌ પ્રેમીઓમાં આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement