ચોટીલામાં કલરકામ અધૂરૂ રહેતા શેઠે રૂપિયા પરત માંગી કારીગરને માર માર્યો
યુવાન બીમાર પડી જતા કામ પૂરૂ નહીં થતા હુમલો કર્યાનો આક્ષેપ
ચોટીલામા રહેતા યુવાને રૂ. પ હજારમા કલરકામ રાખ્યુ હતુ પરંતુ યુવકની તબીયત લથડતા કામ અધુરુ રહયુ હતુ.જેથી શેઠે અધુરા કામનાં 1 હજાર રૂપીયા પરત માગી કારીગર યુવકને માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા આવેલી રૂદ્રભુમી સોસાયટીમા રહેતા ગુણવત નટુભાઇ મકવાણા (ઉ.વ. 40) સાથે પ્રતિક સહીતનાં શખસોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને હાથમા ફેકચર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ગુણવત મકવાણાએ હુમલાખોર શખસોને રૂપીયા પ હજારમા કલરકામ રાખ્યુ હતુ. પરંતુ યુવક બીમાર પડતા કામ અધુરુ રહયુ હતુ. જેથી હુમલાખોર શખસોએ અધુરાકામનાં રૂપીયા 1 હજારની માંગણી કરતા કારીગરે હાલ રૂપીયા નહી હોવાથી થોડા દિવસ પછી આપવાનુ કહેતા હુમલાખોરોએ યુવકને ઓફીસમા પુરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.