માનવતા શરમસાર, પિતાએ છ મહિના સુધી સગી પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યું
શહેરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. 80 ફુટ રોડ પર પત્ની, બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા ચોકીદાર નેપાળી હેવાન બન્યો હતો. નેપાળી શખ્સે પોતાની 12 વર્ષની માસુમ પુત્રી ઉપર છ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ હતી. હેવન પિતા પોતની માસુમ પુત્રીને રૂૂમમાં પૂરી અડપલાં કરી રહ્યો હતો ત્યારે જ પત્ની આવી જતા તે રંગેહાથ પકડાઈ જતા સમગ્ર મામલા સામે આવ્યો હતો. નરાધમ શખ્સ પકડાઈ જતા તે ભાગી ગયો હતો.
આ મામલે પત્નીએ જ પોતાના પતિ સામે પુત્રી ઉપર દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તાલુકા પોલીસે તેની શોધખોળ આદરવામાં આવી છે. માનવતાને શરમસાર કરતી એક હૃદય કંપાવનારી ઘટના અંગે મળતી વિગતો મુજબ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાએ પોતાના જ પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવી હતી. છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં રહેતા આ નેપાળી પરિવારમાં 12 વર્ષની અને અન્ય બાળકો રહે છે. નેપાળી શખ્સ ચોકીદારી કરે છે જયારે માતા ઘરના કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નેપાળી શખ્સે પોતાની 12 વર્ષની પુત્રીને જ હવસનો શિકાર બનાવી હતી.
તાજેતરમાં જ માતા ધરેકામ કરવા બહાર ગઈ હતી ત્યારે અન્ય સંતાનોની હાજરીમાં જ બાપે 12 વર્ષની બાળકીના શરીર પર અડપલા કરવાનું શરૂૂ કર્યું હતું. અચાનક બાળકીની માતા આવી જતા પુત્રી પર તેનો જ બાપ શારીરિક અડપલાં કરતા રંગેહાથ પકડાયો હતો. આ પછી તેણે ડઘાયેલી બાળકીને માતાએ પૂછતાં તેનો પિતા આવું છેલ્લા છ મહિનાથી કરતો હોવાની કેફિયત આપી હતી અને અત્યાર સુધીમાં તેણે ચારેક વખત બાળકી સાથે દુષ્કર્મ કર્યાની કબૂલાત આપતાં માતા પોતાની પુત્રીને લઈને તાલુકા પોલીસ મથકે દોડી ગઈ હતી અને પોલીસને સઘળી હકીકત જણાવી હતી.
બાળકીએ પણ પીઆઈ હરીપરા સમક્ષ રડતાં રડતાં પિતાના કરતૂત જણાવતા હાજર સ્ટાફ પણ ચોકી ગયો અને આ મામલે તુરંત જ ગુનો નોંધી હેવાન પિતાની શોધખોળ શરૂૂ કરી હતી. બનાવ બાદ જયારે આ મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો, જેમાં પત્નીએ પતિને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. પોલીસ ધરપકડથી બચવા માટે નરાધમ પિતા ઘર છોડીને જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) (F), 65(1), 75(1) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8 મુજબ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીની શોધખોળ હાથ ધરી છે.