ઉદયપુર નજીક રીસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 વેપારીઓ સહિત 15ની ધરપકડ
સિમેન્ટ અને લોખંડના ડિસ્ટ્રિબ્યુટરોએ ટાર્ગેટ પૂર્ણ કરતા ઉજવણી માટે ગોઠવેલી શરાબ-શબાબની મહેફીલ ઉપર પોલીસ ત્રાટકી
ઉદયપુર નજીક આવેલા અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં દરોડો પાડી ચાલતા સેકસ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સુખેર પોલીસ સ્ટેશને ડમી ગ્રાહક બની ખાસ ઓપરેશન પાર પાડી સેક્સ રેકેટ પકડી પાડ્યું છે. જેમાં 14 યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો અને તે મામલે 15ની ધરપકડ કરાઈ છે. જેમાં પકડાયેલા તમામ ગુજરાતીઓ છે. રાજકોટના 9 સહીત કુલ 15 સિમેન્ટ અને લોખંડના ડિસ્ટ્રીબ્યુટરો હોવાનું સામે આવ્યું છે. ટાર્ગેટ પુર્ણ થતા કંપની દ્વારા ઉદયપુર નજીક રિસોર્ટમાં શરાબ અને શબાબની મહેફીલનું આયોજન કર્યું હતું. જેના ઉપર પોલીસ ત્રાટકી હતી. પોલીસને બાતમી મળી હતી કે, સ્વર્ણગઢ રિસોર્ટમાં દેહવ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. જેને લઈને પોલીસ ડમી ગ્રાહક બનીને ત્યાં પહોંચી હતી.
ડમી ગ્રાહકે રિસોર્ટના સંચાલક હર્ષવર્ધન શાહ અને નરગિસને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત થયા બાદ સંચાલકોએ યુવતીઓ બતાવી હતી. દેહવ્યાપાર થતો હોવાની ખરાઈ થતાં જ પોલીસ ત્રાટકી હતી જેથી ભાગદોડ મચી હતી જેનો લાભ લઈને સંચાલકો ભાગી ગયા હતા પણ 15 ગ્રાહકને ઝડપી લેવાયા હતા અને 14 યુવતીની અટકાયત કરાઈ હતી. આ યુવતીઓ દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, કોટા અને રાજસ્થાનની હતી જેમને ઈવેન્ટના નામે રિસોર્ટમાં બોલાવાઈ હતી અને પછી દેહવ્યાપાર કરાવાતો હતો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, પકડાયેલા 29માં 15 ગુજરાતના અને તેમાં પણ 9 રાજકોટના છે.
મોટા ભાગના લોકો સિમેન્ટ અને લોખંડની કંપનીના ડિસ્ટ્રિબ્યૂટર છે. આ ડિસ્ટ્રીબ્યુટરોએ કંપનીએ આપેલ ટાર્ગેટ પુરો કરતા તેમના માટે આ શરાબ-શબાબની મહેફીલનું આયોજન કરાયું હતું. પકડાયેલા વેપારીઓમાંં રાજકોટના મિહિર ચૌહાણ, હર્ષિત અજમેરા, આશિષ, અશ્વિન, કલ્પેશ ચોટલિયા, પ્રવીણ હિરાણી, વિપુલ પીપળિયા, નિલેશ નાકરાણી, અર્જુનસિંહ ચૌહાણ અને ભાવનગરના દર્શન, આશિષ જોશી, મુકેશ, ભરત ધાબાઈ અને થાનગઢના નિતેશ ડોડિયા અને અમદાવાદના મૃણાલ સોલંકીનો સમાવેશ થાય છે. શરાબ અને શબાબની મહેફીલ માણતા પકડાયેલા લોખંડ અને સિમેન્ટના ડિસ્ટ્રીબ્યુટરોના રંગમાં ભંગ પડયો હોય તમામને કોર્ટ હવાલે કરવામાં આવ્યા હતા.