પખવાડિયામાં ચોથા સ્પામાંથી સેકસ રેકેટ ઝડપાયુ, આઠ રૂપલલનાને મુકત કરાવાઇ
ગ્રાહક પાસેથી ત્રણ હજાર લઇ રૂપલલનાને બે હજાર અપાતા હતા: 72 હજારનો મુદામાલ જપ્ત
સ્પા મેનેજર સહિત પાંચ પકડાયા, સ્પામાં ત્રણ ટેલીકોલર રાખવામાં આવ્યા હતા
છેલ્લા પખવાડીયામાં ત્રણ સ્પામાંથી ફૂટણખાના ઝડપાયા બાદ ગઈકાલે વધુ એક સ્પામાંથી સેકસ રેકેટ પકડાયું હતું કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાછળના ભાગે આવેલા અરીવા વેલનેસ એન્ડ હેલ્થ કેર સ્પા માં મોટાપાયે કૂટણખાનું ધમધમતું હતું. આઠ જેટલી રૂૂપલલનાઓ રાખી પોલીસના કોઈપણ જાતના ભય વગર દેહવિક્રયનો કારોબાર ચલાવાતો હતો.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ. એસ.ટી.યુ)ના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પાડ્યો હોત.આ સ્પામાંથી તેના માલીક સુરજ ગણેશ પરિયાર (રહે. બીઝનેશ કોર્નર,ઈન્દિરા સર્કલ પાસે), મેનેજર રમેશ વિષ્ણુ શર્મા (ઉ.વ.21, રહે. યુનિ. રોડ, દોશી પ્લાઝા પાછળ, અરીવા સેક્ધડ ફલોર, જુના જકાતનાકાવાળી શેરી), તીર્વાર સચીન સુરેશભાઈ (ઉ.વ.28, રહે. ટાઈમ સ્કેવર એપાર્ટલેશો. વેન્ટ, અશોક બાલાજી ધાકેચા (ઉ.વ. હોલ 25, રપ. પાસે સ્લમ કવાર્ટર, જામનગર રોડ) અને જગદીશ દિનેશભાઈ મકવાણા (ઉ.વ. 29, રહે. આંબેડકરનગર શેરી નં.5, આસ્થા ગેટ પાસે, 150 ફૂટ રીંગ રોડ)ની અટકાયત કરી હતી.
આ સ્પામાંથી ગુજરાતની બે, દિલ્હીની એક, મણીપુરની એક મેઘાલયની બે, એક-એક મળી કુલ 8 રૂૂપલલના મળી આવી હતી. આ ઉપરાંત ત્રણ-ત્રણ ટેલિકોલર રાખવામાં આવ્યા હતા. જેના ઉપરથી સ્પષ્ટ છે કે આ સ્પામાં મોટા પાયે કૂટણખાનું ચાલતું હતું.એએસટીયુની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,ગ્રાહક પાસેથી રૂૂા. 3 હજાર વસૂલ કરાતા હતા.તેમાંથી રૂૂા.ર હજાર રૂૂપલલનાને આપી બાકીના રાખી હતા. એટલું જ નહીં ગ્રાહક પાસેથી એન્ટ્રી ફિના નામે રૂૂા. 1 હજાર અલગથી વસૂલાતા હતા. સ્પામાંથી રૂૂા.8800 રોકડા, 6 મોબાઈલ મળી કુલ રૂૂા. 72, 800નો મુદ્દામાલ કબજે કરાયો હતો.આ કામગીરી પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ એ.કે. ગોસ્વામી, હરસુખ વાછાણી, મહમદ આરીફ અંસારી, હસમુખભાઇ બાલધા, ભુમીકાબેન ઠાકર, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, જ્યોતીબેન બાબરીયા, ડ્રાઇવર સુર્યકાંતભાઇએ કરી હતી.
