કુવાડવામાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મ
બાળકીને રેઢી મૂકી આરોપી ભાગ્યો, પોલીસે ગણતરીની મિનિટોમાં જ પકડી પૂછપરછ શરૂ કરી
બાળાને ગળા, છાતી અને ગુપ્ત ભાગે ઇજા થતાં સારવારમાં ખસેડાઇ
કુવાડવામાં સાત વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બની છે. સાત વર્ષની બાળા ઘર નજીક ભાગ લેવા માટે ગઇ હતી. ત્યારે આ જ વિસ્તારમાં રહેતા નરાધની નજર બાળકી પર પડી હતી. તેણે બાળકીને ભાગ અપાવવાની લાલચ આપી ઘરે લઇ ગયો હતો. બાદમાં બાળકી પર જાતીય હુમલો કરી તેને ગુપ્તભાગે,ગાળનાભાગે અને છાતીનાભાગે ઇજા પહોંચાડી હતી.
બાળા ઘર પાસે નજરે ન પડતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂૂ કરી હતી. જેની જાણ આરોપીને થઇ જતા તે બાળકીને ઘર બહાર લાવી બાળકીના પરિવાર પાસ મૂકી નાસ ગયો હતો.નરાધમે બદકામ કરતા બાળાને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે ઝનાના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે બાળકીના માતાની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે આરોપી વિપુલ પ્રેમજીભાઇ ગોહેલ(રહે. કુવાડવા) સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજમાં લઇ લીધો હતો.
મળતી વિગતો મુજબ, કુવાડવા ગામે રહેતી મહિલાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવામાં જ રહેતા વિપુલ પ્રેમજીભાઇ ગોહેલનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આોરોપી સામે બીએનએસની કલમ 74,75(2),76 અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની સાત વર્ષની દીકરી ગઇકાલે બપોરના સામે ઘર પાસે હતી ત્યારે આરોપી તેને પોતાની સાથે ઘરે લઇ ગયો હતો. અહીં ગયા બાદ આ નરાધમે માસુમ બાળા સાથે ન કરવાનું કર્યું હતું. દરમિયાન બાળકીના પરિવારજનો દીકરી ઘર પાસે કયાંય નજરે ન પડતા તેની શોધખોળ કરવા લાગ્યા હતાં. દરમિયાન આ વાતની જાણ આરોપીને થઇ જતા તે બાળાને પોતાના ઘરમાંથી બહાર લાવી ફરિયાદી પાસે મૂકી નાસી ગયો હતો.
ત્યારબાદ આ અંગે ફરિયાદીએ પોતાની દીકરીને પુછતા તેણે પોતાની કાલીઘેલી ભાષામાં આ નરાધમે તેના પર કરેલા અમાનવીય કૃત્ય અંગેની હકિકત વર્ણવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. નરાધમે કરેલા આ હેવાનીયતભર્યા કૃત્યથી બાળાને ગુપ્તભાગે, ગળાના ભાગે અને છાતીના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં તેના માતાએ આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાવી છે.
વધુમાં વિગતો મુજબ, બપોરના સમયે બાળા ઘર નજીક ભાગ લેવા માટે જતી હતી. દરમિયાન બાળાને એકલી ભાળી નરાધમ વિપુલ ગોહેલની નજર તેના પર પડતા તેનામાં વાસનાનો કીડો સળવળ્યો હતો તેણે બાળકીને ભાગ અપાવવાની લાલચ આપી ઘરે લઇ ગયા બાદ માસુમ બાળા પર હેવાનીયત આચરી હતી. આ અંગે ફરિયાદ થયા બાદ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી.પી.રજયાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપી વિપુલ ગોહેલેને સંકજામાં લઇ તેની આગવી ઢબે પુછપરછ શરૂૂ કરવામાં આવી છે.