સુરેન્દ્રનગર અને આણંદના સાત શખ્સોની બોગસ હથિયાર લાઇસન્સ પ્રકરણમાં ધરપકડ
ખોટા ડોક્યુમેન્ટના આધારે અન્ય રાજ્યોમાંથી હથિયાર મેળવવાના પ્રકરણમાં ગુજરાત એટીએસના દરોડા
નાગાલેન્ડ - મણિપુરના નકલી હથિયાર લાઈસન્સના આધારે રિવોલ્વર-પિસ્ટલ સહિતનાં હથિયારો ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાના કૌભાંડમાં એટીએસએ વધુ સાત આરોપીની ધરપકડ કરી છે. આ પહેલાં 63 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 92 હથિયાર અને 400 કારતૂસ જપ્ત કરાયાં હતાં.
જ્યારે પકડાયેલા વધુ સાત આરોપી પાસેથી વધુ સાત હથિયાર કબજે કરવા પોલીસે તજવીજ શરૂૂ કરી છે.આમ આ કૌભાંડમાં પોલીસે 100 હથિયાર કબજે કરી 70 આરોપીની ધરપકડ કરી હતી. નાગાલેન્ડ-મણિપુરમાં ફરજ બજાવી ચૂકેલા આર્મીના જવાનોના નામે નકલી હથિયાર લાઇસન્સ કઢાવીને તે હથિયાર ગુજરાતમાં વેચવાનું કૌભાંડ એટીએસએ ત્રણ મહિના પહેલાં પકડયું હતું,એટીએસના અધિકારીઓનું કહેવું છે કે પકડાયેલા સાતેય માણસો પાસેથી હથિયાર કબજે કરવાનાં બાકી છે, પરંતુ આ સાતેયે બનાવટી લાઇસન્સના આધારે હથિયાર ખરીદ્યાં હોવાથી તેમની પાસેથી વધુ સાત હથિયાર મળે તેવી શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ ધરપકડ થશે.