પાટડીમાં બે વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો
પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા યુવાન પર સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે.
30 વર્ષીય કનુભાઈ ઉર્ફે વિપુલભાઈ ધામેચા બે વર્ષ પહેલા નીતાબેન ડોસાણી (ઠાકોર) સાથે ભાગી ગયા હતા. સમાજના આગેવાનોની સમજાવટથી નીતાબેન તેના ઘરે પરત ફરી હતી. ત્યારબાદ કનુભાઈ પરિવાર સાથે મનદુ:ખ ટાળવા અમરેલી જિલ્લાના પાણીયાદેવ ગામે સ્થાયી થયા હતા.
તાજેતરમાં કનુભાઈ તેમની બીમાર માતાની વાછડાદાદાની માનતા પૂરી કરવા આવ્યા હતા. વચ્છરાજપુરા ગામના મોગલધામ મંદિરે દર્શન દરમિયાન સાત શખ્સોએ તેમના પર ધારીયા, પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેમને ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમના માથામાં પાંચ ટાંકા આવ્યા છે.
ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ભગવાન ઉર્ફે ગફો ડોસાણી, હિતેશ ડોસાણી, અંકિત ઠાકોર, મુકેશ ડોસાણી, કિશન ડોસાણી, મનસુખ ડોસાણી અને વિક્રમ ડોસાણી સામે ગુનો નોંધાયો છે. પીએસઆઇ ડી.કે.સોલંકીના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.