દ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયા
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. અને દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. બલભદ્રસિંહ ગોહિલ, અશ્વિનભાઈ વડારીયા અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામના રાજુ ભગવાનજી સોલંકી, મુક્તાબેન શંભુભાઈ મીઠાપરા, ઓખાના વિશાલ મુકેશ સોલંકી, શ્યામ રામુ સોલંકી, પોરબંદરના રાહુલ રવજી સોલંકી, રતનબેન મુકેશભાઈ સોલંકી અને જયાબેન વિક્રમભાઈ સોલંકી નામના સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે ચોરીની રૂૂપિયા 45,000 ની કિંમતની સોનાની બંગડી તેમજ રૂૂપિયા દોઢ લાખની કિંમતનો એક રીક્ષા મળી કુલ રૂૂપિયા 1.95 લાખનો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.