કુવાડવા નજીક રાણપુર નવાગામે વેરહાઉસમાંથી 4.75 લાખના તલની ચોરી
રાજકોટ નજીક રાણપુર નવાગામે આવેલા વેર હાઉસમાંથી તસ્કરો રૂૂા 4.75 લાખની કિંમતની 108 તલની ગુણી ચોરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે કુવાડવા રોડ પોલીસે સંજીવભાઈ રાજેન્દ્રપ્રસાદ શ્રીવાસ્તવ (ઉ.વ.51 રહે, હાલ એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ ગોંડલ મુળ યુ.પી.) ની ફરીયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.સંજીવનભાઈએ પોલીસને જણાવ્યું કે, તે યુ.પી.ના નોઈડાની કંપની કે જે અનાજ કરીયાણાના સ્ટોરેજનું કામ કરે છે. તેમાં ગુજરાત સ્ટેટ હેડ તરીકે નોકરી કરે છે. કંપની અનાજ સ્ટોર કરવા અલગ અલગ સ્થળે ગોડાઉન ભાડે છે. તેવી જ રીતે કુવાડવા પાસે રાણપુર નવાગામે વાંકાનેર હાઈવે પર આર.કે.ગેટ નં. 9ની સામે જેન્તીભાઈ કાકડિયાનું વેરહાઉસ ચાર મહિનાથી ભાડે રખાયું હતું. જેના સુપરવાઈઝર તરીકે અભીષેક વનાળીયા છે. જયારે નાઈટ સીક્યુરીટી મેન તરીકે ભરત ચૌહાણ છે.
આ ગોડાઉનમાં તલની 22,702 ગુણી સ્ટોર કરેલ છે. દરમીયાન ગઈ તા.14નાં અભીષેક તેને ફોન કરી ગોડાઉનમાં ચોરી થયાની વાત કરી જણાવ્યું કે, ગઈ તા.12નાં સાંજે ગોડાઉન બંધ કરી તાળુ લગાવી તે જતા રહ્યાં હતાં.તા. 14નાં સવારે ગોડાઉનમાં સીક્યુરીટીમેને કોલ કરી જણાવ્યું હતું કે, ગોડાઉનની બારી પાસે તલ ઢોળાયેલા છે, બારીનો કાચ નથી, ગાડીના ટાયરના નિશાન દેખાય છે. તેમ આવો તેમ કહેતાં ત્યાં ગયા હતાં.તપાસ કરતાં 108 તલની ગુણીની ચોરી થયાનું જાણવા મળ્યું છે. આ વાત સાંબળ્યા બાદ અંતે સંજીવભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.