જેતપુર સિવિલ કોર્ટના સિનિયર કલાર્ક દ્વારા રૂપિયા 10.85 લાખની ઉચાપત
જેતપુર સિવિલ કોર્ટના સીનીયર ક્લાર્ક દ્વારા છેલ્લા ચાર વર્ષમાં હિસાબી સાહિત્યમાં ગેરરીતી આચરી સરકારને જમા કરાવવાની રૂૂ.10.85 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જીલ્લા સેસન્સ કોર્ટના રજીસ્ટ્રાર અને હિસાબનીશ કરાયેલી તપાસમાં આ ઉચાપત પ્રકરણ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લા સેસન્સ કોર્ટના રજીસ્ટ્રાર અને હિસાબનીશ અર્ચનાબેન આર.ઠાકરે જેતપુર સીટીમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટના સીનીયર કલાર્ક એન.એમ.વસાવડાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં અર્ચનાબેન ઠાકરે જણાવ્યું કે, જેતપુર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટના સીનીયર કલાર્ક એન.એમ. વસાવડાએ ગત તા 27/6/2022થી 2/6/2025 સુધી પોતાના ફરજ કાળ દરમિયાન પોતાના હોદાનો દુરૂૂપયોગ કરી હિસાબી સાહિત્યમાં ગેરરીતી આચરી પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટના સરકારી તિજોરીમાં ખાતે જમાં કરાવવાની થતી રકમ સરકારી તિજોરીમાં ખાતે જમા નહી કરાવી છેલ્લા 4 વર્ષ દરમિયાન સરકારી નાણા કુલ રૂૂપિયા 10,85, 219 ની ઉચાપત કરી પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરતા આં મામલે રાજકોટ જીલ્લા સેસન્સ કોર્ટના રજીસ્ટ્રાર અને હિસાબનીશ અર્ચનાબેન આર.ઠાકરની ફરિયાદને આધારે જેતપુર સીટી પોલીસે જેતપુર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટના સીનીયર કલાર્ક એન.એમ.વસાવડા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ જેતપુર સીટી પોલીસ મથકના પી. આઈ વી.એમ ડોડીયા ચલાવી રહ્યા છે.
