પત્નીની હત્યા કરનાર પતિને પકડવા રાજકોટ અને ભરૂચ પોલીસનું તરઘડિયા ગામની સીમમાં ગુપ્ત ઓપરેશન
ભરૂૂચ જિલ્લાના સેગવા ગામની સીમમાં અન્ય પુરુષ સાથે ના આડા સંબધની શંકાએ પત્નીની હત્યા કરનાર પતીને પકડવા ભરૂૂચ એલસીબીએ રાજકોટ પોલીસની મદદથી ગુપ્ત ઓપરેશન હાથ ધરી પત્ની ની હત્યા કરી રાજકોટના કુવાડવા નજીક તરઘડીયા ગામની સીમમાં છુપાયેલ પતિને ઝડપી લીધો હતો. હત્યારો પતિ હત્યા કરી સુરેન્દ્રનગર થઇ રાજકોટ આવ્યો હતો અને ખેત મજૂર તરીકે કામ કરવા લાગ્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તા. 4 ઓગસ્ટ ના રોજ સેગવા ગામ રહેતા એક ગ્રામજન પોતના પશુ માટે ઘાસચારો લેવા માટે સેગવા ગામ સીમમાં ગયો ત્યારે તળિયા વગાના સિરાજ પટેલના ખેતરમાં ઓરડી પાસે એક મહિલાની લાશ પડી જોવા મળતા તાત્કાલિક ગામના સરપંચ અને પાલેજ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ લાશ સેગવા ગામના કાળીબેન નામની ખેત મજૂરી કરતી મહિલા છે.કાળીબેનની માથામાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારેલ હોય તેવું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ હત્યાના ગુનોનો ભેદ ઉકેલવા માટે ભરૂૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા એલસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હોય જેથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વલેન્સ દ્વારા હાઇવે ઉપરના સીસીટીવી સહિતની ગુનાનું પગેરુ મેળવવા માટે એલસીબીએ તપાસ શરુ કરી હતી.
તપાસ દરમિયાન એલસીબીને મળ્યું કે મરણ જનાર કાળીબેનની હત્યા તેની સાથે રહેતો અલીરાજપુર મધ્યપ્રદેશના આલિયા ઉર્ફે રામસિંગ જામસીંગ ભીલે કરી છે. હત્યા બાદ તે સેગવા ગામમાંથી નાસી છૂટ્યો હોય અને રાજકોટ નજીક આશરો મેળવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ રાજકોટ આવી હતી અને રાજકોટ પોલીસની મદદથી તરઘડીયા નજીક વાડી વિસ્તાર માંથી ગુપ્ત ઓપરેશન કરી હત્યારા આલિયા ઉર્ફે રામસિંગ ભીલને ઝડપી લીધો હતો. અન્ય પુરુષ સાથે ના આડા સંબધની શંકાએ પત્નીની હત્યા કરનાર આલિયા ઉર્ફે રામસિંગ ભીલ હત્યા કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફ આવ્યો હતો અને સુરેન્દ્રનગર તથા રાજકોટ વિસ્તારમાં ખેત મજૂરો સાથે ખેતી કામ અર્થે લાગી ગયો હતો.