જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષકને નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટિસ
જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ પ્રત્યે બેદરકારી અને કામચોર વૃતિ દાખવનાર નર્સિંગ સ્ટાફ વિરૂૂદ્ધ આરોગ્ય નાયબ નિયામક રાજકોટને જસદણ શહેર તેમજ પંથકના 714 નાગરિકોની સહી સાથે યોગ્ય તપાસ કરી પગલા લેવા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ લેખીતમાંરજૂઆત કરતા પોતાના બચાવ માટે મેહુલભાઈ સંઘવીની વિરૂૂદ્ધમાં નર્સિંગ સ્ટાફે કરેલા પાયાવિહોણા કર્યા વગર તારીખ 8/4 ના રોજ સરકારી હોસ્પિટલ જસદણના અધિક્ષક તરફથી નોટીસ આપવામાં આવી હતી.
જેના અનુસંધાને જસદણના યુવા ધારાશાસ્ત્રી મનન રશ્મિનભાઈ શેઠ દ્રારા તારીખ 15/4 ના રોજ નર્સિંગ સ્ટાફ તરફથી કરવામાં આવેલા ખોટા આક્ષેપો સંબંધિત આધાર પૂરવા રજૂ કરવા વળતી નોટીસ ફટકારવામાં આવી હતી. જેનો સરકારી હોસ્પિટલના અધિક્ષક તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય પ્રત્યુત્તર નહી મળતા તારીખ 8/5 ના રોજ સ્પીડ પોષ્ટના મારફતે સરકારી હોસ્પિટલ જસદણના અધિક્ષકને બીજી નોટીસ ફટકારી હતી.
નોટીસમાં જણાવ્યા અનુસાર આપના દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના કારણોસર અમારા ટ્રસ્ટ દ્રારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડેલ છે. તેના હિસાબે અમારા ટ્રસ્ટની તથા વક્કો લાગેલ છે. અમારી આબરૂૂને ધક્કો જે કોઈ પણ ભોગે સહન કરી શકાય તેમ નથી.
માટે નોટીસ મળ્યે દશ દિવસમાં ખુલાસા સાથે યોગ્ય પ્રત્યુતર આપવામાં નહી આવે તો સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ માનહાની સંબંધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચિમકી નોટીસમાં ઉચ્ચારવામાં આવી હતી.