ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી 1.26 લાખની ચોરી કરનાર તસ્કરની શોધખોળ

04:52 PM Apr 08, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જસદણના વિરનગરમાં રહેતા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવશક્તિ નામે પ્લેટીંગનું કારખાનુ ચલાવતા સાહિલ પરસોતમભાઈ રાદડીયા (ઉ.વ.21)ના કારખાનામાંથી તસ્કરો કોપરની પ્લેટો 1.26 લાખની ચોરી કરી ગયાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

સાહિલભાઈએ પોલીસને જણાવ્યું કે તે મોટાભાઈ જયેશભાઈ સાથે વેપાર કરે છે. કારખાનામાં તે ઇમીટેશન જવેલરી પર ગોલ્ડ પ્લેટીંગ ચડાવવાનું કામ કરે છે. કારખાનામાં 6 પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે.

ગઇ તા. 2નાં તે કારખાનું બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે તા.3નાં સવારે તે કારખાને જતા દરવાજો ખૂલેલી હાલતમાં જોવા મળતા તેણે અંદર જઈ તપાસ કરતા કારખાનાના કેમિકલ ટેન્કમાં રહેલી કોપરની પ્લેટો જોવા મળી ન હતી.જેથી તેણે તેના મોટાભાઈને જાણ કરતા તે આવી ગયા બાદ તપાસ કરતા રૂૂા. 1.26 લાખની કિંમતની 36 પ્લેટો ચોરી થયાની જાણ થતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement