સૂરજબારી ચેક પોસ્ટ પાસે વિદેશી દારૂની 420 બોટલ ભરેલી સ્કોર્પિયોે કાર ઝડપાઇ
કચ્છ-મોરબી નેશનલ હાઈવે પર સુરજબારી ચેક પોસ્ટ પાસે સ્કોર્પીઓ ગાડીમાંથી દારૂૂની 420 બોટલનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહીત 15.58 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પીઆઈ કે કે દરબારના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક કચ્છ તરફથી સ્કોર્પીઓ કાર જીજે 03 એમએલ 4507 વાળીમાં દારૂૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાનો છે જેથી ટીમે માળિયા સુરજબારી ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને સ્કોર્પીઓ કાર પસાર થતા કારને રોકી તલાશી લેતા કારમાંથી દારૂૂની ઓલ સીઝન વ્હીસ્કી 48 બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 372 બોટલ કુલ દારૂૂની બોટલ નંગ 420 કીમત રૂૂ 5,50,800 અને કાર કીમત રૂૂ 10 લાખ અને મોબાઈલ કીમત રૂૂ 3000 સહીત કુલ રૂૂ 15,58,800 નો મુદામાલ જપ્ત કરી આરોપી દીપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી (ઉ.વ.34) રહે જામનગર વાળાને ઝડપી લીધો છે આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા (ભાનુશાળી) નામનો ઇસમ નાસી ગયો હતો.