ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભેંસાણમાં બીજ નિગમનું બિયારણ વેચવાનું કૌભાંડ

02:27 PM Jul 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મગફળીના બિયારણની થેલીઓ ભેંસાણના બદલે ગોંડલ યાર્ડમાં મોકલી દીધું, 30 ગુણીનો જથ્થો ઝડપાયો

Advertisement

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં મફત મળતું મગફળી બિયારણ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢના પરબ રોડ પર આવેલી ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં 30થી વધુ ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો છે.આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીમાંથી કાઢી અન્ય થેલીઓમાં ભરી બારોબાર વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલવામાં આવ્યું હતું.જ્યાં પહોંચતા સરકારી યોજનામાં મોકલાયેલા મગફળીના બિયારણની ખાલી થેલીઓ પણ આ ગોડાઉનમાં જોવા મળી હતી.
ખેડૂત આગેવાનો અને ગ્રામજનોની માંગ છે કે,આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર શત્રભુજ ઋઙઘ, તેના ડિરેક્ટરો અને ખાનગી પેઢી સામે ફૌજદારી ગુનો નોંધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે સરકાર ખેડૂતોના હિત માટે કરોડો રૂૂપિયા ખર્ચે છે અને આવા કર્ણધારો સરકારની સહાયને બજારમાં વેચી નફો કમાવાનો ધંધો કરે છે.

આ અંગે ખોડીયાર એન્ટરપ્રાઇઝના માલિક પ્રકાશ લાખાણીએ કબૂલ્યું કે, સોમવારે અમારી જમીનની 7/12 પરથી 30 ગુણી મગફળીનું બિયારણ મફતમાં લાવ્યું હતું. પરંતુ વાવેતર અગાઉ જ થઈ ગયા હોવાથી તે બદલીને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા મોકલી દીધું હતું.

હવે અમે તેને પાછું મંગાવી લીધું છે, આ ગુનો બને છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા અપાતું બિયારણ પ્લાસ્ટિકના પેકિંગમાં આવે છે, જેને અમે બદલીને બારદાનમાં ભરી ગોંડલ મોકલ્યું હતું. ખેડૂતોએ આગોતરુ વાવેતર કરી લીધું હોવાથી તે બિયારણ હવે અમારા માટે ઉપયોગી નહોતું.

આ અંગે તડકા પીપળીયાના જાગૃત નાગરિક અને એડવોકેટ સંજય કાપડિયાએ જણાવ્યું કે, શત્રભુજ ઋઙઘ દ્વારા અગાઉ પણ ડુપ્લિકેટ ઉઅઙ ખાતરના વેચાણમાં ગેરરીતિ થઈ ચૂકી છે. ત્યારે હવે ફરી મગફળીના બિયારણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.

ખેડૂતોના 7/12 પરથી સહીઓ કરાવી સરકાર પાસેથી મફત બિયારણ મેળવ્યા બાદ, તેને વાવેતર કરવાને બદલે બારોબાર વેચી નાખવાનું કાવતરું રચાયું છે. છેલ્લાં ત્રણ દિવસથી આ સમગ્ર ઘટનાક્રમ પર અમારી નજર હતી. મફતમાં મળતું બિયારણ ખરીદી લેવાનું કૌભાંડ બનતું હોય તેમ, ખાનગી પેઢીના માલિકોએ પણ કબૂલ્યું છે.

 

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWSscam
Advertisement
Advertisement