બોટાદના લીંબોડા ગામે મનરેગામાં કૌભાંડ, 1.82 લાખની ઉચાપત
ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતે તપાસ શરૂ કરી હતી: સાત સરકારી કર્મચારી સહિત 17 શખ્સો સામે ફરિયાદ
રાજ્યમાં બેથી વધુ સ્થળોએ બહાર આવેલાં મનરેગા કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બોટાદના લિંબોડા ગામે તત્કાલિન સરપંચથી લઈ જળ સ્ત્રાવના નોડલ ઓફિસર અને તલાટી સહિતના સરકારી બાબૂઓએ 10 લાભાર્થી સાથે મળીને મનરેગા ક્ધવર્ઝન અંતર્ગત દોઢ વર્ષ દરમિયાન થયેલાં વોટરશેડના વિવિધ કામોમાં સરકારી નાણાંનો દુર્વ્યય કરી રૂૂા.1.82 લાખની ઉચાપત કર્યાની પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.
બોટાદના લિંબોડા ગામે રહેતા અરજદાર હિતેષભાઈ જમોડે ગુજરાત તકેદારી આયોગને પુરાવા સાથે ફરિયાદ હતી કે તા.13 સપ્ટે.2018થી તા.23 ફેબુ્ર.2020 દરમિયાન ગામમાં વિવિધ સ્થળોએ બોટાદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે મનરેગા ક્ધવર્ઝન અંતર્ગત વોટરશેડ યોજનાના કામો થયા હતા.જેમાં વનીકરણ, બાગાયત અને કેટલશેડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. ફરિયાદના આધારે બોટાદના ડીડીઓએ તપાસના આદેશ આપ્યા હતા જેમા અરજદારે કરેલાં આક્ષેપોમાં તથ્ય જણાયું હતું. અને તત્કાલિન કર્મચારીઓએ ગામમાં જ રહેતાં 10 જેટલાં લાભાર્થી સાથે મેળાપીપણું રચી, કાગળ પર કામગીરી દેખાડી વાસ્તવિક રીતે સ્થળ પર કામ ન કરી સરકારી નાણાં પેટે રૂૂા.1,82,006નો દુર્વ્યય કર્યાનું જણાઈ આવ્યું હતું.
આ મામલે આજે બોટાદના મ.તાલુકા વિકાસ અધિકારી ડી.જે.પરમારે પાળિયાદ પોલીસમાં ઉક્ત સમય દરમિયાન ફરજ બજાવનાર તત્કાલિન સરપંચ,બે તલાટી કમ મંત્રી,ગ્રામ વિકાસ એજન્સીના વોટરશેડના બે કર્મચારી ઉપરાંત જળ સ્ત્રાવ એકમના કૃષિ નોડલ ઓફિસર સહિતના છ સરકારી કર્મચારી અને શક્તિ સખી મંડળના પ્રમુખ તથા ગામમાં જ રહેતાં 10 લાભાર્થી મળી કુલ 17 લોકો વિરૂૂદ્ધ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી મ. તા.વિ.અધિકારીએ ફરિયાદમાં કચેરી કક્ષાએ થયેલી તપાસની વિગતો ટાંકી હતી.જેમાં સૌથી વધુ વનીકરણના ત્રણ કામમાં રૂૂા. 1,10,453, બાગાયતના કામમાં નવ લાભાર્થી દ્વારા રૂૂા. 31,500 અને કેટલશેડના એક કામમાં રૂૂા.40,053ની ગરેરીતિ થઈ હતી. પોલીસે આ બાબતને કેન્દ્ર સ્થાને રાખી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
ગુનામાં સામેલ સરકારી કર્મચારીઓ
1) જસવંત બેન્કર નોડલ ઓફિસર જળ સ્ત્રાવ એકમ બોટાદ જિ.પં.
2) આર.એન.નિનામા તત્કાલિન તલાટી મંત્રી, લિંબોડા ( હાલ નિવૃત્ત)
3) એમ.એસ.રાવલ તત્કાલિન તલાટી મંત્રી, લિંબોડા ( હાલ બલોલ, જિ.ખેડા)
4) અતુલ રાજ્યગુરૂૂ કર્મચારી, વોટરશેડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ
5) દિનેશ ડાભી તત્કાલિન હંગામી ઈજનેર,વોટરશેડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ
6) ઘનશ્યામ લાખાભાઈ જમોડ, તત્કાલિન સરપંચ, લિંબોડા
7) રાઘવ નાગજીભાઈ ઘામી , પ્રમુખ શક્તિ સખી મંડળ, લિંબોડા, બોટાદ
ગુનામાં સામેલ લિંબોડા ગામના લાભાર્થીઓ
1) રંગુબેન જગાભાઈ ધરાજીયા
2) જેરામ ભાવુભાઈ
3) ગૌરીબેન કરશનભાઈ
4) જેમા જવેરભાઈ
5) રાજેશ ગોરધનભાઈ
6) મનસુખ વિરજીભાઈ
7) વિનુ કુકાભાઈ
8) ગોબર હીરાભાઈ
9) હકા લધુભાઈ
10) કમા ડાયાભાઈ