સાવરકુંડલાના શિક્ષકે અન્ય એક છાત્ર સાથે પણ આઠ વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું’તું
સાવરકુંડલા તાલુકાના વંડા ગામની જી.એમ.બિલખીયા સ્કુલના શિક્ષક સામે ત્રણ દિવસ પહેલા એક છાત્ર સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક છાત્ર સાથે તેણે આઠ વખત આવુ કૃત્ય કર્યાની ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.
વંડાની જી.એમ.બિલખીયા સ્કુલમા અભ્યાસ કરતા કેટલાક છાત્રો અહીની હોસ્ટેલમા પણ રહે છે. મુળ ગોંડલના અને હાલમા આ સ્કુલમા શિક્ષક તરીકે અને હોસ્ટેલના ગૃહપતિ તરીકે ફરજ બજાવતા વિશાલ સાવલીયા સામે ટુંકાગાળામા આ પ્રકારની બીજી ફરિયાદ નોંધાઇ છે. હજુ બે દિવસ પહેલા જ એક માસુમ છાત્ર પર અવારનવાર સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય કર્યાની રાવ થઇ હતી. ત્યારે આજે એક વધુ વાલીએ સામે આવી આ સ્કુલમા અભ્યાસ કરતા પોતાના પુત્ર સાથે પણ વિશાલ સાવલીયાએ આવુ જ કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે.
તેમનો પુત્ર હોસ્ટેલમા રહે છે અને તારીખ 1/10/24થી તારીખ 5/1/25ના સમયગાળા દરમિયાન આ શખ્સે સગીર છાત્રને અવારનવાર પોતાના રુમમા બોલાવી ધાકધમકીઓ આપી આ વાત કોઇને કરીશ તો માર પડશે તેમ કહી ધમકાવીને સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય કરતો હતો. આઠેક વખત આવુ કૃત્ય કર્યા બાદ આખરે હવે વાલી મામલો પોલીસ મથકમા લઇ ગયા છે. પીઆઇ વી.એસ.પલાસ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે બે દિવસ અગાઉ જ આ લંપટ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.