રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રની ટોળકીએ 27 રાજ્યોના વેપારીને છેતરી 30 કરોડ પડાવ્યા

01:21 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડયું છે. પોલીસે 8.35 લાખનો મુદામાલ જપ્ત કરી 3 સૂત્રધારો સહિત 6ને પકડી પાડયા છે.

જ્યારે એક સૂત્રધાર પિયુષ વિનુ ખુંટ વોન્ટેડ છે. સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પ્રિયુશ ખુંટ તથા આશીષ હડીયાએ બી.ટ્ેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં 30 કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. આ ટોળકીનું કામ ફલીપકાર્ડ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુક્તા હતા. આ ઠગાઈમાં સીમકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કિટો આશીષ હડીયા ભાવનગર અને જુનાગઢથી લાવતો હતો. આશીષ 5 થી 10 હજારની લોકોને લાલચ આપી બેંકની કિટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સીમકાર્ડ લઈ આવતો હતો. પોલીસને ઠગ ટોળકી પાસેથી 700 ઈમેલ મળ્યા છે. આથી 700 બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોય શકે છે. આ ઘટનામાં તમામને રીમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામા આવશે તેમ જ અન્ય કોઇ શખ્સો આ છેતરપીંડીમાં સંડોવાયેલા છે કે, કેમ? તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઝડપાયેલા આરોપીઓ અમરેલી-ભાવનગરના

  1. આશીષ રાધવ હડીયા (29) (સર્જન રો હાઉસ, માકણા, કામરેજ, મૂળ અમરેલી)
  2. સંજય કાતરીયા (32) (શ્રીદર્શન બંગ્લોઝ, દેવધ, ગોડાદરા, મૂળ ભાવનગર)
  3. પાર્થ ધનજી સવાણી (29) (માધવ દર્શન રો હાઉસ, મોટા વરાછા, મૂળ ભાવનગર)
  4. સાગર વિનુ ખૂંટ (30) (શાંગ્રીલા હાઇટ્સ, ઉત્રાણ, મૂળ રહે, અમરેલી)
  5. દિલીપ ધીરૂૂ પાધડાળ (34) (જય અંબે રેસીડન્સી, મોટા વરાછા મૂળ અમરેલી)
  6. યશ ભીખા સવાણી (21) ( હેની હાઇટ્સ, ડભોલી, મૂળ રહે, ભાવનગર)
Tags :
crimegujaratgujarat newsSaurashtra gang
Advertisement
Next Article
Advertisement