રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં RTI એક્ટિવિસ્ટની હત્યાના પ્રયાસમાં શેરગઢના સરપંચ અને સાગરીત પકડાયા

11:57 AM Jul 19, 2024 IST | Bhumika
Advertisement

ગત તા.15 જુલાઈના શેરગઢ ગામના રહીશ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ નારણભાઈ વાળા તેમની સાથેના દેવુભાઈ બાબરીયા સાથે બાઈક પર સવાર થઈને જૂનાગઢથી પોતાના ગામ જઈ રહ્યા હતાં. ત્યારે માર્ગમાં એક નંબર પ્લેટ વગરની ઇકો કારના ચાલકે તેમની બાઈકને ટક્કર મારી તેમની હત્યા કરવાના પ્રયાસ સાથે એટ્રોસિટીની કલમ હેઠળ શેરગઢ ગામના સરપંચ મોહિતસિંહ ઉર્ફે મોહન નારણભાઈ દયાતર વિરુદ્ધ મેંદરડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

જે કેસની ગંભીરતા સમજીને રેન્જ આઈજી અને એસપીએ આરોપીને પકડી પાડવા માટે સ્થાનિક ગુના શોધક શાખા અને મેંદરડા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસ ટીમોએ ટેકનિકલ સર્વલન્સ, સીસીટીવી ફૂટેજની મદદથી આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હુમલો કરનાર આરોપીઓને પકડી પાડવા માટે દોડ લગાવી હતી. જેના ફળ સ્વરૂૂપે તેઓએ શેરગઢના સરપંચ મોહિતસિંહ ઉર્ફે મોહન દયાતર, રફીકબીન ઝાહિદબીન હારશીને દબોચી લઈ પૂછપરછ કરતા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

જેને લઈને પોલીસે આ ગુનામાં અટકાયતથી બચવા ભાગતા ફરતા માળીયા હાટીનાનાં આર્મી જવાન મહિપતસિંહ લખમણભાઇ સિસોદિયા અને સરપંચના ભાઈ મહિપતસિંહ નારણભાઈ દયાતરને પકડી પાડવા માટે પગેરું દબાવ્યું છે.

શેરગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટના હુમલા પ્રકરણમાં ફરિયાદ થયા બાદ એલસીબીએ સરપંચ મોહિતસિંહની ધરપકડ કર્યા બાદ તેણે તેનો કોઈ રોલ આ ઘટનામાં ન હોવાનું રટણ કર્યું હતું. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલેન્સ, સીસીટીવી ફૂટેજના આધાર સાથે આગવી ઢબે પૂછપરછ કરતા મોહિત ભાંગી પડ્યો હતો અને તેણે જિલ્લા પંચાયતમાં હાજર રહી પોતાના આર્મીમેન મિત્ર અને ભાઈની મદદથી પ્રવીણભાઈનું લોકેશન મોકલી ઘટનાને અંજામ આપ્યો હોવાની હકીકત બયાન કરી હતી.

પંચાયતના કામમાં નડતરરૂૂપ બનતા ધમકી આપીથતીપ્રવીણભાઈ વાળા અને ગામના સરપંચ વચ્ચે અગાઉ કોઈ બાબતે મનદુ:ખ થયા હતા. જેને લઈને ત્રણ દિવસ પૂર્વે જૂનાગઢ જિલ્લા પંચાયત ભવનનાં પટાંગણમાં સરપંચે પ્રવીણભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પ્રવીણભાઈ તેમની સાથેના વ્યક્તિને લઈ બાઈક પર સવાર થઈ શેરગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની ઈકો કારના ચાલકે તેમને ટક્કર મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ એટ્રોસિટી એક્ટ સહિત નોંધાવવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement