કાલાવડના રામપરા ગામના સરપંચને અસામાજિક તત્ત્વો દ્વારા ખૂનની ધમકી
સરકારી જમીન ઉપર ઉભેલુ મકાન તોડવા તંત્રએ કાર્યવાહી કરતા બેફામ બન્યા
કાલાવડ તાલુકાના રામપર ગામના સરપંચના પિતાનું ખૂન કરનાર આરોપીના પુત્રએ સરપંચને મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર જાગી છે. કાલાવડ તાલુકાના રામપર ગામના સરપંચ એવા સુનીલભાઈ મોહનભાઈ ચીખલીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી..જેમાં જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા ગુલમામદભાઇ સમા એ સુનિલભાઈ ત્રણ વર્ષ પહેલા સરપંચની ચુંટણી ઉભા રહેવા બાબતનો રાગદ્રેશ રાખતા જે બાબતે મોહનભાઈ ચીખલીયા ઉપર મારામારી કરીને ગંભીર ઇજા કરી હતી.. જે બાબતે સુનીલભાઈએ પોલીસ ફરિયાદ કરેલ અને હાલ ગુલમામદભાઈ સમા જામનગર જેલ માં છે..
ત્યારે સુનિલભાઈ એ જણાવેલ કે અમો સરપંચ તરીકે ગામમા આવેલ સરકારી ખરાબામા અસામાજીક તત્વો દ્રારા કરેલ દબાણ ભાબતે અલગ-અલગ કચેરીઓમા દબાણ ખુલ્લુ કરવા અંગે અરજી-ફરીયાદ કરતા હોય અને સરપંચ તરીકે જવાબદારી નિભાવતા હોય અને આશરે થોડા સમય પહેલા અમારા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 314 તથા જુના સર્વે નં.78 મા અમારા ગામના ગુલમામદભાઇ ના દિકરા આદમભાઇ સમાએ ઘણા વર્ષોથી દબાણ કરેલ હોય અને આ ગુલમામદભાઇ સમા નુ અસામાજીક તત્વોની યાદીમા નામ હોય જે બાબતે તાલુકા વિકાસ અધિકારી કાલાવડનો પત્ર તલાટી મંત્રીને આવેલ હતો જે બાબતે રામપર ગામના તલાટી મંત્રી જશોદાબેન તથા અમારા ગામના જમનભાઈ કરમશીભાઈ તથા રણછોડભાઈ અજુડીયા તથા ગોવિંદભાઈ કંટારીયા તથા તુષારભાઈ ધીરજભાઈ એમ ગામના પંચો તરીકે આ ગ્રામપંચાયત દ્રારા પંચ રોજ કામ કરી કાર્યવાહી હાથ ધરેલ હતી.
અને ગઇકાલ રાત્રીના નવેક વાગ્યે અમારા ગામના જમનભાઇ ગધેથરીયા મારા ઘરે આવી મને વાત કરેલ કે ગત તારીખ 04/06/2025 ના રાત્રીના સાડા આઠેક વાગ્યે મારા ઘરની પાછળ વાડા પાસે હતો ત્યારે રામપર ગામના આદમભાઇ ગુલમામદભાઈ સમા મારી પાસે આવેલ અને કહેલ કે તમે સરપંચ સુનીલભાઇને કે હી દેજો કે આ સરકારી દબાણ અંગેની કાર્યવાહી કરવાનુ બંધ કરી દે નહીતર મારા પિતાજીએ સરપંચના બાપાનુ ખુન કરેલ તેવી જ રીતે હું સરપંચ સુનીલભાઈનુ ખુન કરીશ તેમ વાત મને કરેલ હતી જેથી આ આદમભાઇ મને જાનથી મારી ના ખવાની ધમકીઓ આપતા હોય જેથી આજરોજ અમારા ગામના સભ્ય જમનભાઇ સાથે ફરીયાદ કરી... ત્યારે આ કેસ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની પોલીસ કાર્યાવાહી કરવા ફરીયાદ કરેલ છે.