લાલપુરના નવાગામના સરપંચને મારી નાખવાની ધમકી, હડધૂત કરાયા
12:09 PM Mar 06, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ ના સરપંચ અને કોન્ટ્રાક્ટર હરીશભાઈ ગોવિંદભાઈ સાગઠીયાએ પોતાને મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી હડધૂત કરવા અંગે ગ્રામ પંચાયતના સભ્ય સુરેશ સુધાભાઈ ગોરાણીયા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતે ગ્રામ પંચાયતનું કામ કરતા હતા, જે દરમિયાન આરોપી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સરપંચ વિરુદ્ધ જમીન દબાણ અંગેની અલગ અલગ બે અરજીઓ કરી હતી. જે અંગે તેની પૂછપરછ કરતાં ગ્રામ પંચાયતના સભ્ય સુરેશભાઈ ગોરાણીયાએ તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement