રાજમોતી મીલના મેનેજરના હત્યા કેસમાં તાજના સાક્ષી બનેલા સંદીપ ગાંધીનો નિર્દોષ છુટકારો
આ કેસની હકીકત મુજબ ‘બી’ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમોતી ઓઈલ મીલના કર્મચારી (અમદાવાદ સ્થતિ બ્રાંચ મેનેજર) દિનેશભાઈ દક્ષિણીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ હોવાના અનુસંધાને રાજકોટના રાજમોતી ઓઈલ મીલના માલીક સમીર શાહ, સમીર ગાંધી, પોલીસ સબ-ઈસ્પેકટર મારૂૂ, સબ-ઈન્સ્પેકટર યોગેશ ભટ્ટ વિગેરે સહીતના વિરૂૂધ્ધ ગુનો નોંધાયેલ હતો. તેમજ નામ. કોર્ટમાં અલગ અલગ આરોપીઓ વિરૂૂધ્ધ ચાર્જશીટ પણ કરવામાં આવેલ હતુ. જે કેસમાં તાજના સાક્ષી તરીકે સમીર ગાંધીએ નામ. કોર્ટમાં અરજી આપેલ હતી તે મંજુર કરતા તેની જુબાની નામ. કોર્ટ રૂૂબરૂૂ લેવામાં આવેલ હતી.
જેમાં ઉપરોકત બનાવ અનુસધાને રાજમોતી ઓઈલ મીલના માલીક તથા સસ્પેન્ડેન્ટ એ.એસ.આઈ. યોગેશ ભટ્ટ તથા ડ્રાઈવર કૃપાલસિંહ ચુડાસમાને રાજકોટ નામ. અધિક સેશન્સ જજ સાહેબની કોર્ટે તેઓને આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલ હતી.
આ બનાવવામાં સહ-આરોપી સંદીપ કિર્તીકુમાર ગાંધી, કીર્તીકુમાર શાંતીલાલ ગાંધી વિરૂૂધ્ધ પણ ગુન્હો નોંધી અલગથી ચાર્જશીટથી કરી કેસ ચાલેલ હોય જેમા સહ-આરોપી સંદીપ કીર્તીકુમાર ગાંધીને શંકાનો લાભી આપી નિર્દોષ છોડી મુકાવાનો રાજકોટના અધિક સેશન્સ જજ સાહેબએ હુકમ કરેલ. તેમજ ચાલુ ટ્રાયલ દરમ્યાન સહ-આરોપી કીર્તીકુમાર શાંતીલાલ ગાંધીનું અવસાન પામેલ હોય જેને નામરુ કોર્ટે કેસ એબેટ કરવામાં આવ્યો હતો. આરોપી સંદીપ કિર્તીકુમાર ગાંધી તરફે રાજકોટના યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. લાખાણી એડવોકેટ તરીકે રોકાયેલ હતા."