જૂનાગઢના વડાલ ખાતેથી દારૂ ભરેલી સફારી કાર ઝડપાઇ
જુનાગઢ-જેતપુર હાઇવે વડાલ ગામ પાસેથી વેરાવળના બુટલેગરો દ્વારા ફોરવ્હીલ કારમાં ચોરખાનુ બનાવી મધ્યપ્રદેશ રજ્યથી લાવેલ વિદેશી દારૂૂના ચપટા નંગ.576 કિ.રૂૂા.1,74,000 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂા. 3,45,000ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.
જૂનાગઢ ડીઆઈજીની સુચના તેમજ જૂનાગઢ એસપી નાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં દેશી વિદેશી દારૂૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમોને દબોચી લઈ ગેરકાયદેસર પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય. જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના પીઆઇ જે.જે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના સ્ટાફ ને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળેલ કે, જેતપુર તરફથી એક સિલ્વર કલરની ટાટા સફારી કાર રજી નં. GJ-01-KR-8238માં ગેર કાયદેસર રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો ભરી જૂનાગઢ તરફ આવે છે જે હકીકત આધારે વડાલ ગામ પાસે હાઇવે પરથી ઉપરોક્ત કાર રોકતા ત્રણ ઇસમો સાથે ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂૂનો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.આ દરમિયાન મળી આવેલ આરોપી (1) ચંદ્રેશ બાલચંદાણી, ઉ.વ. 31, ધંધો.વેપાર રહે. હુડકો સોસાયટી, સાંઇબાબા મંદિર પાછળ, વેરાવળ જી. ગીર સોમનાથ (2) હિરેન વિમલ રોય, ઉ.વ.25, ધંધો. મજુરી રહે. હુડકો સોસાયટી, સાંઇબાબા મંદિર પાછળ, વેરાવળ છે. ગીર સોમનાથ (3) વિજય ગોરધન ઘોબળે, ઉ.વ. 25, ધંધો, મજુરી રહે. હુડકો સોસાયટી, સાંઇબાબા મંદિર પાછળ, વેરાવળ જી. ગીર સોમનાથ તેમજ હાજર નહીં મળી આવનાર આરોપી (4) સુરેશ તોમર રહે. જીજણા તા.ચાંદપુર જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ વાળા સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડના દેશી બનાવટ ના ઇંગ્લિશ દારૂૂ ના ચપટા નંગ 576, જેની કિંમત રૂૂ.1,74,000 તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂા. 10,000 તેમજ ટાટા સફારી કાર રજી. નં. GJ-01-KR-8238 જેની કિ.રૂૂ.1,50,000 મળી કુલ કિ.રૂૂા. 3,45,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.