ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો

12:06 PM Nov 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી એક શખ્સને ઝડપી લીધો છે. ખાંભા નજીક આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા ભગુડાના એક આશ્રમના અર્જુનગીરી વાળા નામના સાધુને બે અજાણ્યા સાધુએ તુ ફર્જી સાધુ છો અને તુ બિન હિન્દુ છો તેમ કહી મારમારી જટા કાપી નાખી હતી. ગત 12મી તારીખે બનેલી આ ઘટના અંગે બંનેએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ 21 હજારની લૂંટ પણ કરવામાં આવી હતી.જે અંગે સાધુએ ખાંભા પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ખાંભા પોલીસે હળવદથી અર્જુનગીરી નામના સાધુને ઝડપી લીધો હતો. હળવદ વિસ્તારના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અહીં દોડી ગઈ હતી. હજુ બીજો આરોપી ફરાર છે.

Tags :
crimegujaratgujarat newsKhambhakhambha news
Advertisement
Advertisement