મોરબી રોડ ઉપર બાઇક સ્લિપ થતા આરટીઓ એજન્ટનું મોત
શહેરમાં આરટીઓ કચેરીની બાજુમાં આવેલ મનોહર સોસાયટીમાં રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા પ્રૌઢ પોતાનું બાઈક લઈને ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ જકાત નાકા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. કરૂૂણ ઘટના વચ્ચે 108 ની ટીમની માનવતા મહેંકી ઉઠી હોય તેમ મૃતક પાસેથી મળી આવેલ રોકડ, બે વીંટી અને મોબાઈલ પરિવારને પરત કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આરટીઓ કચેરી પાસે આવેલી મનોહર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ નવલભાઇ ખુભલા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાનું બાઈક લઇ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ જકાતનાકા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાજેન્દ્રભાઈએ ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. બાઇક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજેન્દ્રભાઈને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ નીપજ્યું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં રાજેન્દ્રભાઈ ખુભલા બે ભાઈ એક બહેનના નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે રાજેન્દ્રભાઈ ખુભલા આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા હતા અને મોરબી રોડ જકાતનાકાથી ઘરે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. ક કરૂૂણ ઘટના વચ્ચે 108 ની ટીમની વફાદારી પણ સામે આવી છે જેમાં 108 ના પાયલોટ મયુરભાઈ ગોહિલ અને ઇએમટી ભાવેશભાઈ વાઢેર દ્વારા અકસ્માતમાં ઘવાયેલા રાજેન્દ્રભાઈને સારવારમાં ખસેડાયા હતા ત્યારે તેમની પાસેથી મળી આવેલ રૂૂ.6,000 ની રોકડ, બે વીંટી અને એક મોબાઇલ મળી પરિવારને પરત કરી માનવતા મહેકાવી હતી આ અકસ્માતની ઘટના અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.