પત્નીની મશ્કરી બાબતે ઝઘડો થયાનો ખાર રાખી આરટીઓ એજન્ટ પર પાઇપથી હુમલો
શહેરની ભાગોળે માલધારી સોસાયટી નજીક આરટીઓ એજન્ટને આંતરી કાર ચાલકે લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આઠ મહિના પહેલા પત્નીની મશ્કરી કરવા બાબતે ઝઘડો થયો હયો જેનો ખાર રાખી હુમલો કર્યાનો જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં સમજુ પાર્કમાં રહેતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો આશીષ રામજીભાઇ જાદવ (ઉ.વ.36)નામનો યુવાન આજે સવારે તેના બે પુત્રને સ્કૂલે મૂકી બાઇક લય પરત ઘરે જતો હતો ત્યારે માલધારી સોસાયટી પાસે ગાર્ડન પરમ હંસ સ્કૂલ પાસે પહોંચતા કારમા ધસી આવેલા કેટરસના ધંધાથી કરણ ડાંગરે બાઇકને આંતરી કારમાંથી નીચે ઉતરી લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આઠ મહિના પહેલા ફરિયાદીની પત્નીની મશ્કરી કરવા બાબતે આરોપી સાથે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી હુમલો કરાયાનું જાણવા મળ્યુ છે..