જીવરાજપાર્ક પાસે સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટના નેપાળી પરિવારના રૂમમાંથી 95 હજારની મતાની ચોરી
મૂળ નેપાળના વતની અને હાલ જીવરાજ પાર્ક મોદી સ્કૂલ નજીક સિદ્ધિ કોપર એપાર્ટમેન્ટ સી વિંગમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પર રુમમાં રહેતા લોકબહાદુર યમલાલ ખાડકા(ઉ.વ. 38)જ્યારે નોકરી પર ગયા હતા અને તેમના પત્ની કામ પર ગયા હતા ત્યારે કોઈ અજાણ્યો ચોર રૂૂમમાં ઘુસી રોકડા રૂૂપિયા 45 હજાર અને મંગળસૂત્ર 50 હજાર ગણી 95 હજારની ચોરી થતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ આ ચોરીના બનાવમાં આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
લોકબહાદુરે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ધરમશી કોરાટ રોડ મોટા મવા ખાતે આવેલ વાઇટ વેલી રેસ્ટોરન્ટ ખાતે મેનેજર તરી કે નોકરી કરૂૂ છું. અને મારી પત્નિ લીલા સીધ્ધી કોપર એપાર્ટમેન્ટ ખાતે તથા આજુબાજુમાં સાફ સફાઇનું કામ કરે છે.ગઇ તા. 27/07ના રોજ સવારના આશરે દસેક વાગ્યે હું મારી નોકરી ઉપર જવા મારાથી ઘરેથી નીકળેલો અને મારી પત્નિ લીલા ઘરે એકલી હાજર હતી અને હુ મારી નોકરી ઉપર હાજર હતો ત્યારે બપોરના આશરે બે વાગ્યા આસપાસ મને મારી પત્નિ લીલાનો મને ફોન આવેલ અને ઘરે ચોરી થયેલ હોય જેથી ઘરે આવવા જણાવ્યું હતું.
જેથી હું તાત્કાલિક મારી નોકરી વાળી જગ્યાએથી નીકળી અમારા ઘરે ગયેલો અને મારી પત્નિ લીલાએ મને જણાવેલ કે તે બપોરના આશરે સાડા બારેક વાગ્યે નજીકમાં આવેલ એપાર્ટમેન્ટ ખાતે ઘરકામ કરવા ગયેલ હતી અને અમો જે જગ્યાએ રહીએ છીએ ત્યાં ફક્ત એક રૂૂમ જ આવેલ હોય તે રૂૂમ ખાતે આગળીયો મારી ગયેલ હતી અને કામ પુરૂૂ કરી બપોરના આશરે દોઢ વાગ્યી આસપાસ પરત ઘરે આવી જોયેલ તો અમારા રૂૂમમાં રાખેલ એક પેટી જેમાં અમોએ મારી પત્નિનું એક સોનાની આશરે પોણા તોલાની પરત વાળુ મંગલસુત્ર જે ચોરસ ચગદાની ડીઝાઇન વાળુ બન્ને બાજુ કાળા કલરના મોતીની ત્રણ ત્રણ સર વાળુ અને સરમાં બન્ને બાજુ ત્રણ ત્રણ ગોળ નાના પાઇપ લગાવેલ છે અને ચગદામાં એક નાનું લાલ ફુલ બનાવેલ છે, જે મંગલસુત્ર તથા રોકડા રૂૂ. 45,000 તથા નેપાળી કરન્સી ના રોકડા રૂૂ.550 મુકેલ હતા જે પેટી કોઇ લઇ ગયેલ હતુ.આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા હેડકોન્સ્ટેબલ અજયભાઈ ભૂંડિયા તપાસ ચલાવી રહ્યા છે આરોપીની ઓળખ મેળવી તેને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.