બેડી યાર્ડની પેઢીમાંથી રૂા. 7 લાખ રોકડની ચોરી
બે દિવસના વેપારના નાણાં રાખ્યા હતા, આજે બેંકમાં જમાં કરે તે પહેલા જ તસ્કરોએ હાથફેરો કર્યો
પેઢીની બારીના સળિયા ગ્રાઇન્ડરથી તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો, ગુનો નોંધાયો
રાજકોટ શહેરની ભાગોળે આવેલ બેડી માર્કેટિંગ યાર્ડની કરિયાણાની પેઢીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મુખારવિંદ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો બારીનો કાચ તોડી તસ્કર આશરે રૂૂ. 7લાખથી વધુની રોકડ ઉઠાવી જતા કુવાડવા પોલીસનો કાફલો બનાવો સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવીમાં કેદ થયેલ શખ્સની બુકાનીધારી શોધખોળ શરૂૂ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર,મોરબી રોડ પર મધુવન પાર્કમાં રહેતા અને રાજકોટ-મોરબી રોડ પર આવેલ બેડી માર્કેટિંગ યાર્ડના એન્ટ્રી ગેટ સામે જ આવેલ મુખારવિંદ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા મનોજભાઈ પરસોતમભાઈ વેકરીયાની પેઢીમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મોડી રાતના સમયે મુખારવિંદ એન્ટરપ્રાઈઝ પેઢીની બારીનો સળિયો તોડી તસ્કરે પેઢીમાં પ્રવેશ મેળવ્યો હતો. બાદમાં દુકાનના થડામાં વેપારના રાખેલા આશરે રૂૂ. 7લાખથી વધુની રોકડ ઉઠાવી તસ્કર નાસી ગયો હતો.
આજે સવારે માલિક મનોજભાઈ પટેલ પેઢી ખાતે પહોંચતા દુકાનનો સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. જે બાદ તેમણે ટેબલનું ખાનું તપાસતા તેમાં રાખેલ આશરે સાત લાખથી વધુની રોકડ મળી આવી ન હતી. જેથી ચોરી થયાની શંકા દ્રઢ બની હતી. બાદમાં તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસતા એક બુકાનીધારી શખ્સ ધસી આવ્યો હોય તેવું સ્પષ્ટ થયું હતું. બાદમાં પેઢીની બારીનો સળીયો તૂટેલી હાલતમાં જોવા મળતા તસ્કરે બારીનો સળીયો તોડી પ્રવેશ મેળવ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.
બનાવને પગલે પેઢી માલિક દ્વારા કવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કુવાડવા પોલીસ મથકના પીઆઈ બી પી રજીયા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.આ પેઢી માલિકની ફરિયાદ પરથી ગુનો નોંધી સીસીટીવીમાં કેદ થયેલ તજવીજ હાથ ધરી હતી.બુકાનીધારી તસ્કરનું પગેરું શોધવા કુવાડવા પોલીસે તજવીજ શરૂૂ કરી છે. આ ઘટનામાં સ્થાનિક કુવાડવા પોલીસ, એલસીબીની ટીમ અને ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો દ્વારા ચોરી કરનાર તસ્કરને શોધવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી બાતમીદારોને કામે લગાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.