ગોંડલના બાવાજી પરિવારના બંધ મકાનમાંથી રૂા.7.35 લાખની ચોરી
ગોંડલની આશાપુરા ચોકડી પાસે રશાશ્રમની બાજુમાં રહેતા ટ્રાન્સપોર્ટ માં ટ્રક ડ્રાઇવિંગ કરતા બાવાજી યુવાન રાજકોટ લગ્નમાં આવ્યો હોય ત્યારે તેના બંધ મકાનમાં ત્રણ માસ પૂર્વે ચોરીનો બનાવ બન્યો હતો. બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાન માંથી રોકડ સહીત રૂૂ.7.35 લાખની માતા ચોરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલની આશાપુરા ચોકડી પાસે રશાશ્રમની બાજુમાં રહેતા અને દર્શન ટ્રાન્સપોર્ટ માં ટ્રક ડ્રાઇવિંગ કરતા ઋત્વિક પ્રવિણભાઈ અગ્રાવતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગઇ તારીખ 04/05/2025 ના રોજ ઋત્વિક તથા તેના પિતા બન્ને ઘરે હતા અને મતા જ્યશ્રી બેન જે પોરબંદર ખાતે મામા હરીભાઈની દિકરી સંગાઇ હોય તેથી પોતે એકલા પોરબંદર ગયેલ હતા અને સવાર ના અગ્યારેક વાગ્યે પિતા રીક્ષા લઇ ને ગામમાં જવા નીકળેલ હતા અને ઋત્વિકને રાજકોટ લગ્ન માં જવાનુ હોય જેથી ઘરમાં તાળુ મારી ને તેની ઈકો ફોર વ્હીલ કાર લઇ ને રાજકોટ આવ્યો હતો.
બપોર પછી આશરે સાડા ચારેક વાગ્યે તેના પિતાનો ફોન આવેલ કે હું ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર ઘર વખરી વેર વીખેર પડેલ છે તુ ઝડપ થી ઘરે આવ જેથી ઋત્વિક તુંરત રાજકોટ થી ગોંડલ આવ્યો હતો અને ઘરમાં તપાસ કરતા મારા ઘર માં ચોરી થયાનું માલુમ પડતા ઘરમાં રહેલ કબાટ તપાસ કરતા માતા જયશ્રીબેનના 7 લાખ રોકડ તેમજ તેનો પગાર દશ હજાર એમ કુલ 7, 10,000 તેમજ લક્કી નંગ-1 તથા ચાંદી ની વિટી નંગ -2 તેમજ સોનાની બુટી નંગ-1 મળી કિ.રૂૂ.25000 મળી કુલ રૂૂ.7.35 લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી મોડી કરવાનુ કારણ એ છે કે, જેતે વખતે પૈસા બાબતેનો હીસાબના હોય તેમજ સોનાના બીલ મેળવી રજુ કરવાના હોય જે થી બનાવના ત્રણ માસ બાદ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ચોરીની ઘટનાના ત્રણ માસ બાદ હવે તપાસ શરુ કરી છે.