ભાવનગરના સખવદર ગામે મેલડી માતાના મંદિરમાંથી 6.50 લાખની ચોરી
તસ્કરો મંદીરમાંથી માતાજીનો મુગટ અને કબાટમાં રાખેલા દાગીના ચોરી ગયા
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદર ગામે રામપરા વાળા મેલડી માતાના મંદિરમાં કોઈ અજાણા તસ્કરે ત્રાટકી મંદિરના લોખંડના દરવાજાના નકુચા તોડી માતાજીના મુગટ સહિત કબાટમાં રાખેલ રૂૂપિયા સાડા છ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સખવદર ગામે રહેતા રાજુભાઈ પોપટભાઈ વાળા ના સંચાલન હેઠળ ના સખવદર ગામે રામપરા વાળા મેલડી માતાના મંદિરમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણા તસ્કરો મંદિરના લોખંડની ગ્રીલનો દરવાજાનો નકચુતોડી અંદર પ્રવેશી મંદિરના ગર્ભ ગૃહમાં મેલડી માતાજીના મૂર્તિ નો મુગટ તથા મંદિરની અંદર રાખેલ કબાટમાંથી સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂૂપિયા 6,50,000 ની કિંમતની મતા ઉઠાવી તસ્કરો નાસી છૂટ્યા હતા.
આ અંગે મંદિરમાં સેવા પૂજા કરતા રાજુભાઈ એ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થળ ઉપર તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તસ્કરોએ ધાર્મિક સ્થળને પણ નહીં છોડતા આ વિસ્તારમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.